ચણા જોર ગરમ (chana jor garam recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#SFC
#cookpad_gujarati
#cookpadindia
ચણા જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર..ચણા જોર ગરમ..
સૌ કોઈ આ ગીત થી જાણકાર છે અને ચણા જોર ગરમ થી પણ જાણકાર છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ચણા જોર ગરમ ના ચાખ્યા હોય અને ના ભાવતા હોય. ચણા જોર ગરમ એ એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે લગભગ સમગ્ર ભારત માં મળતું હોય છે. કોઈ હવા ખાવાનું સ્થળ એવું નહીં હોય જ્યાં ચણા જોર ગરમ ના મળતા હોય. ચણા જોર ગરમ એ એક ચાટ ની શ્રેણી માં આવતું સ્ટ્રીટ ફૂડ ગણી શકાય. મુખ્ય ઘટક ચણા એ દેશી ચણા ને દબાવી, સુકવી, તળી ને બનાવાય છે જે બહુ સરળતા થી બજાર માં મળી જાય છે. એવું કહેવાય છે કે રાજસ્થાન ના બિકાનેર એ આ ચણા નું ઉદ્દભવ સ્થાન છે અને પછી સ્ટ્રીટ ફૂડ તરીકે સૌ પ્રથમ મુંબઇ, મહારાષ્ટ્ર માં મળતું થયું અને આજે લગભગ ભારતભર માં મળતું થયું છે. ચણા જોર ગરમ અથવા ચણા ઝોર ગરમ તો ક્યાંક ચણા ચોર ગરમ થી પણ ઓળખાય છે. ચણા જોર ગરમ નામ સાંભળતા જ લોખંડની પેટી ગળા માં ભેરવી ને વેહચતો ભૈયાજી કે કાવડ ખભા પર લગાવી વેહચતો ભૈયાજી ની કલ્પના થાય છે. આ ચટાકેદાર ચણા જોર ગરમ ઘરે પણ આસાનીથી બની શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 4 કપતૈયાર ચણા
  2. 1ડુંગળી, ઝીણી સુધારેલી
  3. 1ટામેટું, ઝીણું સુધારેલું
  4. 1નાની, કાચી કેરી, ઝીણી સુધારેલી
  5. 1લીંબુ
  6. 1ચમચો ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક વાસણ માં ચણા ને ઉમેરો અને તેમાં ટામેટું, ડુંગળી અને કેરી ઉમેરો.

  2. 2

    પછી ચાટ મસાલો ઉમેરી, ઉછાળી ને ભેળવી લો.

  3. 3

    છેલ્લે લીંબુ નો રસ ઉમેરી ભેળવી લો.

  4. 4

    ચટપટા અને સ્વાદિષ્ટ ચણા જોર ગરમ નો તરત જ આનંદ ઉઠાવો.

  5. 5

    નોંધ:
    છેલ્લે કોથમીર થી સજાવવું.
    લીલાં મરચાં ની કટકી પણ ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
@dollopsbydipa Congratulations Dear Deepu For 1600 Wonderful Recipes 💐❤️

Similar Recipes