ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી ચણા દાળ ભેળ. જે બધાની ફેવરેટ હોય છે અને ખૂબજ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week26

ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી ચણા દાળ ભેળ. જે બધાની ફેવરેટ હોય છે અને ખૂબજ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#GA4
#Week26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧ કપતૈયાર ચણાદાળ
  2. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  4. ૨ નંગઝીણા સમારેલા લીલા મરચા
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ૧/૪ ચમચીચાટ મસાલો
  7. ૧/૪ ચમચીસિંધવ મીઠું
  8. ઝીણા સમારેલા લીલા ધાણા
  9. બારીક સેવ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચણા દાળ ભેડ બનાવવા સૌપ્રથમ તૈયાર ચણાની દાળ લો. ત્યાર બાદ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, ઝીણા સમારેલા લીલા મરચાં, ૧/૨ લીંબુ, બારીક સેવ અને ઝીણા સમારેલા લીલા ધાણા તૈયાર કરો.

  2. 2

    હવે ચણા દાળ માં જીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટાં,બારીક સેવ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો. હવે બધા મસાલા ઉમેરો.

  3. 3

    હવે એક ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર સિંધવ મીઠું અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે ફરીથી બારીક સેવ ભેળ પર ભભરાવો.

  4. 4

    ચટપટી ચણાદાળ સર્વિંગ માટે તૈયાર છે. આ ચણા દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ ચણા દાળ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર કરી શકો છો. અને આ ચણાદાળ નાના તથા મોટા ખૂબ જ આનંદ થી ખાય છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

Similar Recipes