તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Smruti Rana
Smruti Rana @smrutiskitchen
Vadodra

#US
તલ સાંકળી ને તીલચીક્કી, તલ પાપડી વગેરે અનેક નામે ઓળખાય છે અને તલ સાંકળી સફેદ તલ કે કાળા તલ નાખી ગોળ કે ખાંડ માંથી બનાવવામાં આવે છે જો તમારે સ્વાથ્ય માટે ગોળ માંથી બનતી તલ સાંકળી ગુણકારી અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો તલની ચીકી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 min
3 સર્વિંગ્સ
  1. 1 કપ તલ
  2. 1 કપ છીણેલો ગોળ
  3. ઘી જરૂર મુજબ
  4. 1 કપ છીણેલો ગોળ ઘી જરૂર મુજબ
  5. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ તલ ને ધીમા તાપે શેકી લ્યો તલ તતડવા લાગે એટલે એક વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો અને એજ કડાઈમાં 1 ચમચીઘી નાખો અને ઘી ને ગરમ કરો ને એમાં ગોળ નાખી હલાવો.

  2. 2

    ગોળ ઓગળી જાય ને એનો રંગ બદલવા લાગે એટલે ગેસ ધીમો કરી ને એક પાણી વારા વાટકામાં બે ટીપાં પીગળેલા ગોળ ના નાખી ચેક કરી લ્યો.જો ગોળ આરામ થી તૂટી જાય ત્યારે એમાં શેકેલા તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

  3. 3

    ગોળ અને તલ બરોબર મિક્સ થઈ જાય એટલે થોડું મિશ્રણ ગ્રીસ કરેલ પ્લાસ્ટિક કે પેપર પર નાખી પાણી વારા હાથ થી ગોળ ગોળ કરી લ્યો ને ગ્રીસ કરેલ વાટકા થી થોડી થોડી દબાવી લ્યો.

  4. 4

    સાવ પાતળું વણી લીધા બાદ કાઢી લ્યો ને બીજું મિશ્રણ લઈ એને પણ પહેલા જેમ વણી લ્યો આમ બધા મિશ્રણ ને થોડું થોડુ લઈ વણી લ્યો ને ઠંડી થવા મૂકો અને સાવ ઠંડા થાય એટલે એમાંથી કટકા કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે તલસાંકરી.

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Smruti Rana
Smruti Rana @smrutiskitchen
પર
Vadodra
I love cooking also eat different recipes
વધુ વાંચો

Similar Recipes