તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#GA4 #Week18
ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકી
વિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે

તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)

#GA4 #Week18
ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકી
વિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 1 કપ સફેદ તલ
  2. 1કપ ગોળ
  3. 2ચમચી ઘી
  4. 1/2કપ બદામ
  5. 1/2કપ કાજુ
  6. 1/2કપ અખરોટ
  7. 1/4કપ પિસ્તા
  8. 200ગ્રામ ગોળ
  9. 1/4 ચમચી બેકિંગ સોડા
  10. 1ચમચી ઘી
  11. 1ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી તેલ લેવા એક વાટકી ગોળ લેવો પછી એક લોયામાં તલ નાખી ધીમે તાપે શેકવા તલ ફૂટવા માંડે તેને નીચે ઉતારી લેવા ત્યારબાદ એક પેનમાં એક વાટકી ગોળ નાખી ધીમે તાપે હલાવવું ગોળ ઓગળવાથી ધીમે ધીમે ઉપર બબલ્સ થવા માંડશે પછી એક વાટકીમાં પાણી લઈ તેમાં ગોળ નાખી ચાસણી તપાસવી જોકે ચાસણી ખેંચાય તો એક બે મિનિટ માટે ગોળને ગરમ કરવો પછી ગોળને પાણીમાં નાખી તપાસવો જો કડક અને દાંતમાં ચોંટે નહીં તો આપણો પાયો તૈયાર થઈ ગયો કહેવાય પછી તેમાં એક ચમચી ઘી નાખવું અને ચપટી બેકિંગ સોડા નાખવા

  2. 2

    પછી પોલીથીન પેપરને ઘી થીગ્રીસ કરી તલની ચીકી ને પાથરવી પછી વેલણ ને લઇ ઘી થી ગ્રીસ કરી તલની ચીકી ને વણવી અને તેના ચોરસ પીસ કરવા ત્યારબાદ એક લોયામાં પિસ્તા લઈ તેને ધીમે તાપે શેકવા એક બાઉલમાં કાઢવા

  3. 3

    ત્યારબાદ એક લોયામાં બદામ લઈ તેને બે મિનિટ માટે ધીમે તાપે શેકવી પછી તેને બાઉલમાં કાઢવી ત્યારબાદ લોયા માં અડધો કપ કાજૂ નાંખી તેને ધીમે તાપે શેકવા તેને પણ એક બાઉલમાં કાઢી લેવા ત્યારબાદ પિસ્તાને પણ લોયા માં નાખી ધીમે તાપે શેકવા તેને પણ બાઉલમાં કાઢી લેવા

  4. 4

    એક લોયામાં 200 ગ્રામ ગોળ લેવો અને તેની ચાસણી કરવી ગોળ ગરમ થવા માંડે ત્યારે બે મિનીટ પછી બબલ્સ થવા માંડશે પછી એક વાટકામાં પાણી લઈ ત્યારબાદ ચાસણીને બરાબર તપાસવી તે કડક અને તૂટી જાય તેવી થાય ત્યારે ગોળના પાયામાં એક ચમચી ઘી નાખવું અને ચપટી બેકિંગ સોડા નાખવા તેથી ચીકી ક્રિસ્પી અને સોફ્ટ બને છે ત્યારબાદ બધા શેકેલા ડ્રાયફ્રુટ ગોળ ના પાયા માં નાખવા અને હલાવવું પછી ઘીગ્રીસ કરેલ પોલીથીન પેપર બધું મિશ્રણ કાઢી તેને વેલણથી વણી ઉપર ઇલાયચી પાઉડર નાખી ચોરસ પીસ કરવા અને એક ડીશમાં ગોઠવવા

  5. 5

    ત્યારબાદ એક ડીશમાં બરાબર ગોઠવી બદામથી ડેકોરેટ કરી અને આ આ ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકી ને સર્વ કરવી આ બંને ચીકી કેલ્શિયમ અને વિટામીનથી ભરપૂર છે શિયાળામાં શારીરિક તાકાત અને શક્તિમાં વધારો કરે છે અને ઈમ્યુનિટી પાવર વધારે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes