શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#મહાશિવરાત્રીસ્પેશિયલ
#Cookpadgujarati
મહાશિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખી શિવ ઉપાસના નું મહત્વ રહેલું છે. ઉપવાસ માટે ફરાળ માં ઉપયોગ કરી શકાય તેવો શક્કરીયાં નો સ્વાદિષ્ટ શીરો. શક્કરીયાં એક ખૂબ જ ગુણકારી કંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ શક્કરીયાં
  2. ૪૦૦ ગ્રામ દૂધ
  3. ૩/૪ કપ ખાંડ
  4. ૧/૨ કપદેશી ઘી
  5. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર
  6. ૧/૨ ચમચીજાયફળ પાઉડર
  7. ૨ ચમચીડ્રાય ફ્રુટ કતરણ
  8. ૨ ચમચીકેસર વાળું દૂધ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શક્કરીયાં ને ધોઈને કુકરમાં એક સીટી કરી બાફી લો. છાલ ઉતારી છીણી લો.

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે શક્કરીયાં ની છીણ નાખીને મિક્સ કરી સાંતળો. દૂધ ઉમેરી હલાવો. થોડું ઘટ્ટ થાય એટલે કેસર વાળું દૂધ, ખાંડ, ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિક્સ કરો.

  3. 3

    મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. ગેસ બંધ કરી ઉપર ડ્રાયફ્રુટ કતરણ નાખી ઉપયોગ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes