મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CB6
Post 2
મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય.

મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)

#CB6
Post 2
મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ મગ ની દાળ
  2. ૩/૪ કપ દેશી ઘી
  3. ૩/૪ કપ દળેલી ખાંડ
  4. ૧૦ બદામ
  5. ૨ ચમચી બદામ પિસ્તા ની કતરણ
  6. ૧/૨ ચમચી ઈલાયચી પાઉડર
  7. ૩ કપ હૂંફાળું દૂધ
  8. ૧/૨ કપ પાણી
  9. કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ની દાળ ધોઈ ને ચારણી માં નિતારી લેવી.કપડાં વડે કોરી કરી પેનમાં શેકી લો.સાથે બદામ પણ શેકી લો.ઠંડુ પડે એટલે કરકરું પીસી લેવું. પ્રિ- મિક્ષ તૈયાર.

  2. 2

    એક પેનમાં ઘી માં બદામ પિસ્તા સાતરી બાજુ પર રાખવા.હવે તેમા લોટ ઉમેરી મધ્યમ તાપે શેકો.ઘી થોડું થોડું ઉમેરી શેકો.હૂંફાળું દૂધ ઉમેરી સતત હલાવો.પાણી અને બે ચમચી કેસર નું દૂધ ઉમેરો.

  3. 3

    બરાબર મિક્સ કરી ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરો.બાકી ઘી નાખી મિક્સ કરી થવા દો.ઉપર બદામ પિસ્તા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes