પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#SN2
#vasantmasala
#aaynacookeryclub
#Cookpadgujarati
પંજાબ માં દાલ ફ્રાય ખૂબ જ લોકપ્રિય છે. પંજાબી ભોજન દાલ ફ્રાય રાઈસ સાથે પૂર્ણ થાય છે. તેને રોટી સબ્જી, સલાડ, પાપડ અને છાશ સાથે પીરસવા માં આવે છે. ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ તુવેર દાળ
  2. ૨ ચમચી ચણાની દાળ
  3. ૧ નંગ ઝીણા સમારેલા કાંદા
  4. ૧ નંગ ઝીણા સમારેલા ટામેટા
  5. ૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  6. ૪-૫ કાળા મરી
  7. તમાલપત્ર
  8. ૧ ચમચી જીરૂ
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૨ ચમચી લાલ મરચું
  11. ૧ ચમચી ધાણાજીરૂ
  12. ૧ ચમચી કિચન કિંગ મસાલો
  13. ૨ ચમચી કસૂરી મેથી
  14. ૧ ચમચી બટર
  15. ૨ ચમચી દેશી ઘી
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૨ નંગ સૂકા લાલ મરચાં
  18. કઢી લીમડો
  19. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈને દસ મિનિટ પાણી માં પલાળી રાખો. હવે કુકરમાં દાળ, મીઠું, હળદર અને જરૂરી પાણી ઉમેરી ૪-૫ સીટી કરી બાફી લો.

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં,કાળા મરી, તમાલપત્ર અને કઢી લીમડો નાખી વઘાર કરો. કાંદા નાખી સાંતળો. આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. ટામેટા નાખી સાંતળો જરૂરી મીઠું નાખી નરમ થાય ત્યાં સુધી પકાવો. બધા મસાલા નાખી મિક્સ કરો.

  3. 3

    હવે બાફેલી દાળ નાખી જરૂરી પાણી ઉમેરી પાંચ મિનીટ ઉકાળો. કસૂરી મેથી નાખી મિક્સ કરો. ઉપર બટર ગરમ કરી તેમાં ચપટી હિંગ અને લાલ મરચું નાખી તડકો કરો. કોથમીર નાખી ગરમ પીરસો.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes