વેજ સ્ટફ પરોઠા (Veg Stuffed Paratha Recipe In Gujarati)

Seema Vadgama
Seema Vadgama @vadgama22

વેજ સ્ટફ પરોઠા (Veg Stuffed Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપધઉં નો લોટ
  2. 1 ચમચીગાજર ખમણેલું
  3. 1 ચમચીકોબી ખમણેલું
  4. 1 ચમચીબીટ ખમણેલું
  5. 1 ચમચીલીલી ડુંગળી સમારેલી
  6. 1 નંગલીલું મરચું બારીક સમારેલું
  7. 1 ચમચીલીલા ધાણા
  8. 2 ચમચીપનીર ખમણેલું
  9. 3 ચમચીચીઝ ખમણેલું
  10. 1 નાની ચમચીમરચું
  11. 1 નાની ચમચીધાણા જીરું
  12. ૧/૨ નાની ચમચી ચાટ મસાલો
  13. તેલ
  14. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ મા એક નાની ચમચી તેલ અને મીઠું નાખી હલાવી અને જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી દસ મિનિટ ઢાંકી ને રહેવા દયો.બાઉલ મા બધા વેજ.લઈ તેમાં ચીઝ અને પનીર નાખી ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો અને ગોળા વાળી લ્યો.

  2. 2

    લોટ માંથી લુવો લઈ સહેજ વણી તેમાં સ્ટફિંગ નો ગોળો મૂકી કચોરી જેવું વાળી સહેજ પ્રેસ કરી અટામણ માં બોળી પોલા હાથે વણી લ્યો.

  3. 3

    તવી ગરમ કરી સહેજ તેલ લગાવી પરોઠા ને તવી પર મૂકી ફરતે તેલ મૂકી બંને બાજુ પકવી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વેજ.સ્ટાફ પરોઠા સરવિંગ પ્લેટ મા લઈ પીઝા ની જેમ કટ કરી પડ ખોલી વચ્ચે ચીઝ ખમણી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Seema Vadgama
Seema Vadgama @vadgama22
પર

ટિપ્પણીઓ

Similar Recipes