પંજાબી પુલાવ (Punjabi Pulao Recipe In Gujarati)

Sejal Desai
Sejal Desai @Sejal1176
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2લોકો માટે
  1. 1 વાડકીબાસમતી ચોખા પલાળી ને સારી રીતે ધોઈ ને 15 મિનિટ રાખવું
  2. 2 વાડકીપાણી
  3. 2 ચમચીતેલ
  4. 2 ચમચીઅમૂલ બટર
  5. 1 ચમચી પંજાબી ગરમ મસાલો
  6. 2 ચમચી કાશ્મીરી મરચું
  7. ચપટી હળદર
  8. 3 નંગડુંગળી
  9. 2 નંગટામેટા
  10. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  11. 25 ગ્રામવટાણા
  12. 1 નંગનાનું ગાજર
  13. 1 નંગનાનું બટાકુ
  14. 2-3 નંગ ફણસી
  15. 1 નંગ લાલ કેપ્સિકમ
  16. 1 નંગ પીળા કેપ્સિકમ
  17. સ્વાદ મુજબ મીઠું
  18. શાક પાર બોઈલ કરી લેવા
  19. 10-12કાજુ અને સૂકી દ્રાક્ષ
  20. કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પલાળેલા ચોખા ને કુકર માં સિટી કાઢી ને એની જગ્યા એ નાની વાટકી મૂકી ને કૂક કરી લેવું આમ કરવાથી ભાત છુટા થાય છે

  2. 2

    પછી ડુંગળી ટામેટા ની પાણી નાખ્યા વગર પેસ્ટ બનાવી ઘાટી પેસ્ટ બનાવી લેવી

  3. 3

    પછી એક જાડું તળિયા વાળું વાસણ લેવું એમાં તેલ બટર, તમાલપત્ર નાખી દેવું પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી દેવું એ સારી રીતે સાંતળાઈ જાય પછી ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી દેવી બરાબર તેલ છૂટું પડે એટલે એમાં પાર બોઈલ કરેલા શાકભાજી બધા મસાલા અને રાંધેલા ભાત રાખી દેવા

  4. 4

    પછી એમાં પંજાબી મસાલો કાશ્મીરી મરચું હળદર સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર હલાવી ને મિક્સ કરી દેવું

  5. 5

    બીજા વાસણ માં પુલાવ કાઢી ને ઉપર કાજુ દ્રાક્ષ ના ટુકડા નાખી ગરમ ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Desai
Sejal Desai @Sejal1176
પર
cooking is an Art. & everyone is not Artist.
વધુ વાંચો

Similar Recipes