વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)

#SN3
#AWADH
#NAWABI
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#SABJI
#DINNER
#LUNCH
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#BW
અવધ રેસીપી માં મુખ્યત્વે તેજાના નો એક વિશિષ્ટ સ્વાદ આવતો હોય છે. અવધ વાનગી એ મોઘલ વાનગી થી ઇન્સ્પાયર થઈને અસ્તિત્વમાં આવી છે. પરંતુ તે તેના કરતાં થોડા અલગ પ્રકારની છે. અવધ વાનગી ખૂબ જ ધીમા તાપે લાંબા સમય સુધી પકવીને તૈયાર કરવામાં આવે છે જેથી તેમાં વપરાતા તેજાના મસાલા વગેરેની ફ્લેવર તેમાં ખૂબ સરસ રીતે ઉઠી આવે. અહીં મેં મિક્સ વેજ સબ્જી માં ખડા મસાલા ને શેકી તેને ક્રશ કરી તેનો ગ્રેવીમાં ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગ્રેવીને વધુ રોયલ કરવા માટે તેમાં કાજુ, બદામ તથા ઈલાયચી પલાળીને ગ્રેવીમાં તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા શાકભાજીની જોડે તેમાં થોડા પનીરનો ઉપયોગ કરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)
#SN3
#AWADH
#NAWABI
#Vasantmasala
#aaynacookeryclub
#WEEK3
#SABJI
#DINNER
#LUNCH
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#BW
અવધ રેસીપી માં મુખ્યત્વે તેજાના નો એક વિશિષ્ટ સ્વાદ આવતો હોય છે. અવધ વાનગી એ મોઘલ વાનગી થી ઇન્સ્પાયર થઈને અસ્તિત્વમાં આવી છે. પરંતુ તે તેના કરતાં થોડા અલગ પ્રકારની છે. અવધ વાનગી ખૂબ જ ધીમા તાપે લાંબા સમય સુધી પકવીને તૈયાર કરવામાં આવે છે જેથી તેમાં વપરાતા તેજાના મસાલા વગેરેની ફ્લેવર તેમાં ખૂબ સરસ રીતે ઉઠી આવે. અહીં મેં મિક્સ વેજ સબ્જી માં ખડા મસાલા ને શેકી તેને ક્રશ કરી તેનો ગ્રેવીમાં ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગ્રેવીને વધુ રોયલ કરવા માટે તેમાં કાજુ, બદામ તથા ઈલાયચી પલાળીને ગ્રેવીમાં તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા શાકભાજીની જોડે તેમાં થોડા પનીરનો ઉપયોગ કરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ, બદામ,ઈલાયચી અને મગજતરી ના બી ને ધોઈને એક કલાક માટે પલાળી રાખો. એક કડાઈમાં બધા ખડા મસાલા અને બે થી ત્રણ મિનિટ માટે કોરા શેકી લો પછી તેમાં ટામેટા અને 1 ચમચી તેલ ઉમેરી ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ટામેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો. હવે ટામેટા વાળું મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સર જારમાં લઈ તેમાં કાજુ બદામ વાળું મિશ્રણ પણ ઉમેરી બધું ક્રશ કરી તેની પ્યુરી તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં 1 ચમચીઘી અથવા તો બટર મૂકી તે ગરમ થાય એટલે તેમાં કેપ્સીકમ ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં બાફેલા શાકભાજી ઉમેરો અને સાથે થોડા થોડા કોરા મસાલા પણ ઉમેરો અને બે મિનિટ પછી હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો.
- 3
હવે બાકી રહેલું ઘી અથવા તો બટર મૂકી તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરી પાંચ થી સાત મિનિટ માટે ધીમા તાપે સાંતળો પછી તેમાં બાકીના કોરા મસાલા ઉમેરી બીજી 4 થી 5 મિનિટ માટે સાંતળો હવે તેમાં સાતડેલા શાકભાજી અને મલાઈ ઉમેરી ધીમાં તાપે ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક કરો. જરૂર પડે તો એક થી બે ચમચા જેટલું પણ તેમાં પાણી ઉમેરી કુક કરો. છેલ્લે તેમાં કસૂરી મેથી ઉમેરી દો.
- 4
તૈયાર શાકને સર્વિંગ બાઉલમાં લઈ તેના ઉપર ઝીણી સમારેલી કોથમીર તથા તેની આજુબાજુ છીણેલું પનીર ઉમેરી દો. મેં અહીં તેને તવા રોટી તથા વેજ. તિહારી સાથે સર્વ કરેલ છે. એકદમ નવાબી ગ્રેવી સાથે તૈયાર આપણું અવધ વેજ સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ અવધ બિરયાની જૈન (Veg Awadh Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#AWADHI#MATKA#BIRYANI#DINNER#WINTER#BW#VEGETABLE#RICE#CLAYPOT#COOKPADINDIA#COOKPADGUJRATI અવધ વાનગીઓએ ઘણા બધા ખડા મસાલા તથા કોરા મસાલા ઉમેરી ધીમા તાપે પરંપરાગત રીતે પકવવામાં આવતી વાનગીઓ છે. અહીં મેં અવધ બિરયાની તૈયાર કરેલ છે જે માટીના હાંડલામાં રાંધેલાં ભાત અને શાક નાં લેયર કરી તેને સીલ કરીને ધીમા તાપે પરંપરાગત રીતે પકવીને તૈયાર કરેલ છે. જેની સાથે ઘણા બધા શિયાળાના મળતા તાજા શાકભાજીનો ઉપયોગ કરેલ છે. શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ઘણા બધા શાકભાજી અને તેજાના સાથે બનાવેલી આ બિરયાની ખાવાની ખૂબ જ મજા આવે છે. તેની સાથે મેં અહીં બુંદી રાયતા અને પાપડ સર્વ કરેલ છે. Shweta Shah -
જુવાર વેજ. ઉત્તપા (Jowar Veg. Uttapam Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK16#JUWAR#COOKPADINDIA#COOKPADGUJRATI સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી એવા જુવારનો જુદા જ સ્વરૂપે ઉપયોગ કરી તેમાંથી બાળકોને પણ ગમે તેવી વાનગી તૈયાર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. જુવારમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે, આથી મેદસ્વિતાને રોગમાં ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન પણ ખૂબ સારા પ્રમાણમાં રહેલું છે જુવાર એક ઠંડક વાળો ધન્ય છે આથી ગરમીના પ્રદેશમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે જુવારના રોટલા પણ બનાવવામાં આવે છે અને તે રોજિંદા ઉપયોગમાં ગરમીની તાસીર વાળા લોકો ખાય તો ખૂબ ફાયદાકારક રહે છે આ ઉપરાંત ડાયાબિટીસ અને બીપીના તથા કેન્સરના રોગમાં પણ જુવાર ખૂબ જ ઉપયોગી છે જુવાર નું પાણી રોજ સવારે નરણા કોઠે પીવાથી ઘણા અસાધ્ય રોગોમાં રાહત થઇ જાય છે. મેહી જુવાર ના લોટ નો ઉપયોગ કરી તેમાં શાક ઉમેરીને ઉત્તપા તૈયાર કરી તેને લીલી ચટણી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5#WEEK5#UBADIYU#VALSAD#HIGHWAY_FOOD#TRADITIONAL#CLAYPOT#COOKPADINDIA#COOKPADGUJRATI ઉંબાડિયું એ દક્ષિણ ગુજરાત ના વલસાડ હાઇવે પરના ખેતરોમાં કે વાડીયોમાં બનતું એક પારંપરાગત ભોજન છે. જે શિયાળામાં મળતા વિશિષ્ટ વાલ પાપડી તથા અન્ય શાકમાં લીલો મસાલો ઉમેરી માટીના વાસણમાં તૈયાર કરવામાં આવતી વાનગી છે. આ વાનગી ખૂબ જ હેલ્ધી છે. પારંપરિક રીતે ખેતરમાં ખાડો કરી માટલામાં તૈયાર શાકનું મિશ્રણ ભરીને તેને સીલ કરી આજુબાજુ ગરમી કરીને પાણી વગર જ આ વાનગી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ત્યાં કલારની ભાજી નો ફ્લેવર માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ભાજીના પાન માટલામાં ગોઠવી પછી બધું શાક મૂકવામાં આવે છે, અને ઉપર ફરીથી આ ભાજી મૂકીને માટલાને બંધ કરી દેવામાં આવે છે. પરંતુ અહીં અમદાવાદમાં આ પ્રકારની ભાજી મળતી નથી આથી મેં કોબીજના પાન ,આ ઉપરાંત તેમાં લગભગ તેવી જ ફ્લેવર આવે તે માટે ડાળખા સાથે ના કોથમીર, ફુદીના અને અજમાના પાનનો ઉપયોગ કર્યો છે. આ રીતે બનાવવાથી પણ ખુબ જ સરસ ફ્લેવર આવી જાય છે આ વાનગી બનાવવામાં લીલા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
ખાઉસ્વે જૈન (Khow suey Jain Recipe In Gujarati)
#JWC3#ખાઉસ્વે#બર્મીઝ#soup#onepotmeal#coconutmilk#vegetable#lemongrass#noodles#party#dinner#quick#COOKPADINDIA#COOKPADGUJRATI ખાઉસ્વે બર્મીશ વાનગી છે. જે ખૂબ બધા શાકભાજી અને નાળિયેરના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત એને ફ્લેવર ફુલ બનાવવા માટે તેમાં લેમન ગ્રાસ પણ ઉમેરવામાં આવે છે. આ વાનગીમાં ઉપરથી ઘણા બધા ટોપિગ ઉમેરીને સર્વ કરવામાં આવે છે. આ વાનગી ને પોતાની એક વિશિષ્ટ ફ્લેવર હોય છે. અને તેને વન પોટ મીલ તરીકે સર્વ કરી શકાય છે. Shweta Shah -
થાઇ ગ્રીન કરી જૈન (Thai Green Curry Jain Recipe In Gujarati)
#FF1#nofried#jain#thaifood#international#dinner#coconut#healthy#green#AsahiKesaiIndia#nooilrecipe#0oilrecipe#cookpadIndia#COOKPADGUJRATI થાય કરી રેડ અને ગ્રીન એમ બે પ્રકારની બને છે અહીં મેં thai green curry તૈયાર કરી છે તેની સાથે ઘણા બધા શાક નો ઉપયોગ કર્યો છે. આ રેસીપી બનાવવા માટે મેં તેલ કે ઘી/બટર નો ઉપયોગ કર્યો નથી. થાઈ ગ્રીન કરી બનાવવા માટે તેની ગ્રીન પેસ્ટ બનાવવા માટે કોથમીર ની દાંડી, લીંબુની છાલ, લીલા મરચા સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને એની કરી બનાવવા માટે તેમાં કોકોનટ મિલ્ક નો ઉપયોગ થાય છે. થાઈ ફૂડ પચવામાં હલકું હોય છે. એમાં બહુ બધા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.આ થાય કરીને બ્રાઉન રાઈસ સાથે અહીં સર્વ કરી છે. Shweta Shah -
નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
#JWC3#lilavatana#Peas#Sabji#dinner#lunch#ઉત્તપ્રદેશ#kachakela#winter#ઝટપટ#Spicy#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI નીમોનાએ ઉત્તર પ્રદેશ ની એક પરંપરાગત વાનગી છે. આ વાનગી શિયાળામાં તાજા મળતા વટાણા થી બનાવવામાં આવે છે તે સુકા મસાલા અને લીલા મસાલા બંને ઉમેરીને તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે. જેને પરાઠા, રોટી કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે વટાણાને ક્રશ કરી તેની જ ગ્રેવી તૈયાર કરી એક અલગ પ્રકારનું શાક આ બનાવવામાં આવે છે. શિયાળમાં મળતા તાજા વટાણા થી બનતી આ વાનગી સ્વાદમાં ખરેખર સરસ લાગે છે. Shweta Shah -
દૂધી નો હલવો જૈન (Bottle Gourd Halwa Jain Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જૈન#સાતમ#આઠમ#traditional#સ્વીટ#મીઠાઈ#દૂધી#હલવા#desert#CookpadIndia#CookpadGujarati અહીં મેં દુધીનો હલવો પ્રેશર કુકરમાં બનાવ્યો છે જેથી તે ફટાફટ તૈયાર થઈ જાય છે આ હલવો આગલા દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં તેનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત તેનો ઉપયોગ ફરાળ તરીકે પણ કરી શકાય છે. Shweta Shah -
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Matka/Avdhi recipe#Khada masalaવેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે Rita Gajjar -
શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
#EB#Week11#Shahipaneer#RC3#red#paneer#Punjabi#CookpadIndia#COOKPADGUJRATI પનીરને વિવિધ પ્રકારની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે અહીં મેં કાજુ બદામ મગજતરીના બી વગેરેનો ઉપયોગ ગ્રેવી બનાવવા કર્યો છે અને સબ્જી ને એક રિચ ફ્લેવર આપી છે. આ સાથે ટામેટાનો ઉપયોગ કરીને સ્મુથ રેડ ગ્રેવી તૈયાર કરી છે.અહીં મેં તેની સાથે સૂપ, રોટી અને છાશ કરેલ છે. Shweta Shah -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સબ્જ - એ - નવાબી (Subj e Nawabi Recipe In Gujarati)
સબ્જી -એ-નવાબી એ મુગલાઈ શૈલીની રોયલ વેજ. ઇન્ડિયન કરી છે.જેમાં વિવિધ પ્રકારના વેજીટેબલ્સ પનીર કાજુ ક્રીમ અને અન્ય ખડા મસાલાનો ઉપયોગ કરીને વ્હાઈટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે.આ એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ કરી હોવાથી કોઈપણ પાર્ટી કે ગેટ ટુ ગેધર માટેની અદભુત ડિશ છે.સજ એ નવાબી કરીને આપ બટર રોટી ચપાટી તંદુરી રોટી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100 Riddhi Dholakia -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સરસવ મટર મલાઈ જૈન (Sarasav Matar Malai Jain Recipe In Gujarati)
#PSR#SARASAV#MATAR#MALAI#CRIEMY#COOKPADINDIA#COOKPADGUJRATI#SABJI#Punjabi#LUNCH#DINNER પંજાબના પ્રદેશમાં સરસવનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થાય છે આથી શિયાળા દરમિયાન ત્યાં સરસવની ભાજીનો સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે આ ભાજી પ્રમાણમાં થોડી તીખી અને સહેજ તુંરી હોવાથી તે ઘી સાથે બનાવવામાં આવે છે. અને તેમાં થોડી પાલક અને બથુઆ ની ભાજી પણ ઉમેરવામાં આવે છે અને તેનો ટેસ્ટ બેલેન્સ કરીને તેમાંથી ચટાકેદાર વાનગીઓ બનાવવામાં આવે છે શિયાળામાં તે આ ભાજીથી ખૂબ જ ગરમાવો રહે છે શરદી કફ વગેરે તકલીફમાં પણ તે રાહત આપે છે. Shweta Shah -
વેજ. રવા પોડી કુલ્ફી ઈડલી (Veg. Rawa Podi Kulfi Idli recipe in Gujarati) (Jain)
#RB10#week10#SR#recipe_book#podi#rava#vegetable#Idali#instant#zatpat#fatafat#South_Indian#break_fast#dinner ઈડલી આમ તો સાઉથ ઇન્ડિયા ની પ્રખ્યાત વાનગી છે પરંતુ હવે તે સમગ્ર દેશમાં તથા દુનિયાના ઘણા બધા દેશો ના મેનુમાં આગવું સ્થાન પામેલ છે. તે જુદા જુદા આ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. મેં અહીં રવાની ઈન્સ્ટન્ટ ઈડલી બનાવી છે તેની સાથે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે અને તેમાં પોડી પાઉડર ઉમેરીને તેને એક અલગ જ કલેવર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે બનાવવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પ્રકારની ઇડલી માં ઘણા બધા શાક નો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે તેનો આકાર બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે, આથીબાળકો તે હોંશે હોંશે ખાઈ જાય છે. Shweta Shah -
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah -
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#restaurant#dinner#Sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EBWeek 8વેજ કોલ્હાપૂરી સ્પેશિયલ ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ડીશ છે જે કોલ્હાપુરની સ્પેશ્યલ કોલાપુરી મસાલા માંથી બનાવવામાં આવે છે અને એકદમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો તમે પણ માણો વેજકોલ્હાપુરી... Shital Desai -
ડબલ મસાલા વેજ. મેગી જૈન (Double Masala Veg. Maggi Jain Recipe IinGujarati)
#FDS#FRIENDS#MAGGI#SPICY#QUICK_RECIPE#VEGITABLE#COOKPADINDIA#COOKPADGUJRATI આ વાનગી મરી કોલેજ સામ્ય ની ફ્રેન્ડની મનપસંદ વાનગી છે. જે અમે સાથે મળીને બનાવતા હતા, અને ભેગા મળીને ખાતા હતા. અમે જ્યારે કોલેજના સમય પરીક્ષા આવે ત્યારે ઘરે સાથે ભણતા હતા ત્યારે ભણતા ભણતા ભૂખ લાગે ત્યારે આ રીતે બનાવીને ખાતા હતા. Shweta Shah -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
-
ડ્રેગન બનાના જૈન (Dragon Banana Jain Recipe In Gujarati)
#WCR#chineese#raw_banana#statar#Tangy#Spicy#winter#hot#party#kids#qwickrecipe#ઝટપટ#instant#COOKPADINDIA#COOKPADGUJRATI મૂળ ચાઈનીઝ પણ થોડા ફેરફાર કરી મેં મૌલિક વાનગી રજૂ કરી છે. જેમાં મૂળ ગ્રેવી, સોસ વગેરે ચાઈનીઝ બનાવ્યા છે, તેમાં મેં તેનું જૈન વર્ઝન આપવા માટે કાચા કેળાની ક્રિસ્પી ફ્રાઈસ તૈયાર કરીને તેમાં ઉમેરી એક સ્વાદિષ્ટ નાના મોટા સૌને પસંદ પડે તેવું સ્ટાર્ટર તૈયાર કર્યું છે. તમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે શિયાળાની ઠંડીમાં આવી ગરમા ગરમ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. Shweta Shah -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
સ્ટફ્ડ કોર્ન બનાના કોફતા કરી (Stuffed Corn Banana kofta Curry recipe in Gujarati)(Jain)
#TT1#kachakela_nu_Shak#stuffed#Banana#CORN#PANEER#kofta#Panjabi#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી જુદા જુદા પ્રકારે શાક બનાવતા હોઈએ છીએ. પરંતુ બાળકોને તો કંઈક વેરાઈટી જોઈતી હોય છે. આ ઉપરાંત પ્રસંગોપત અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે થોડીક અલગ સ્ટાઇલ થી શાક બનાવીએ તો જોવામાં અને ખાવામાં બંનેમાં મજા આવે છે. કાચા કેળા નો ઉપયોગ કરીને તેમાં પનીર નું સ્ટફિંગ કરીને કોફતા તૈયાર કર્યા છે. તેની સાથે પરાઠા, ગુલાબ જાંબુ અને પુલાવ કરેલ છે આ શબ્દ જે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ઇન્ડિયન કરી જૈન (Indian Curry Jain Recipe In Gujarati)
#ATW3#TheChefstory3અમારા જૈનો માં ડુંગળી,લસણ ના વપરાય.એટલે કોઈપણ પ્રકારની ગ્રેવી માં કોળું અને દુધી નો ઉપયોગ કરવામાં આવે. તેનો કોઈ સ્વાદ નથી હોતો અને ગ્રેવી પણ થીક થાય. Nisha Shah -
વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
#GA4#week18#French beans#cookpadindiaતમને આ વેજ દિવાની હાંડી ઘણા ઉત્તર ભારતીય રેસ્ટોરાંના મેનુમાં મળશે. અહીં મેં ઘરે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલની વેજ હાંડી બનાવવાનો પ્રયાસ કર્યો છે મિશ્ર શાકભાજી માટે, મેં ફણસી ,વટાણા, બેબી કોર્ન ,બ્રોકલી, ફ્લાવર અને કેપ્સિકમ, ઉપયોગ કર્યો છે. તમને જે ગમે છે અને જે તમારી પાસે છે તેનો ઉપયોગ કરી સકો...અને મે પનીર તથા કાજુ નો પણ ઉપયોગ કર્યો છે ..એક હેલ્થી ડિશ ગણી શકાય ..ઘણા શાકભાજી નો ઉપયોગ કર્યો હોવાથી... Twinkal Kalpesh Kabrawala -
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#GA4#week24#cauliflower વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (9)