કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#Mar
#W1
#Week 1
#Rice
મેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપરાંધેલા ભાત
  2. ૧ કપદહીં
  3. ૩/૪ કપ દૂધ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. વઘાર માટે
  6. ટી. સ્પૂન ઘી
  7. ટી. સ્પૂન રાઈ, જીરું
  8. ટી. સ્પૂન ચણા દાળ
  9. ૧/૨ટી. સ્પૂન અડદ દાળ
  10. લીલું મરચું સમારેલું
  11. સૂકું લાલ મરચું
  12. ૭-૮ મીઠા લીમડા ના પાન
  13. ચપટીહીંગ
  14. લીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં રાંધેલા ભાત લઈ તેમાં દહીં,દૂધ ઉમેરી બરાબર મીક્સ કરી તેમાં મીઠું ઉમેરી હલાવી ૧૦ મિનિટ રહેવા દેવું.

  2. 2
  3. 3

    એક વઘારીયા માં ઘી લઈ ગરમ મુકો તેમાં રાઈ, જીરું ઉમેરો તતડે એટલે તેમાં ચણા દાળ,અડદ દાળ ઉમેરી ગુલાબી થાય

  4. 4

    એટલે તેમાં સમારેલું લીલું મરચું,લાલ સૂકું મરચું,મીઠા લીમડા ના પાન અને હીંગ ઉમેરી વઘાર ને ભાત વાળા બાઉલ માં રેડી ઉપર લીલા ધાણા નાંખી હલાવી ફ્રીઝ માં ૩૦ મિનિટ ઠંડુ થવા દો.

  5. 5
  6. 6
  7. 7

    સરવિંગ બાઉલમાં કાઢી ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરી ઠંડો ઠંડો સર્વ કરવો.તો તૈયાર છે કર્ડ કોરીઅન્ડર રાઈસ.

  8. 8

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes