સફેદ ઢોકળા

Pinal Patel
Pinal Patel @pinal_patel
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. 3 નાની વાડકીખીચડી ચોખા
  2. ૧ નાની વાડકીઅડદની દાળ
  3. ૧ ટીસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  4. ૨ ટીસ્પૂનદહીં
  5. ૧ ટીસ્પૂનઈનો ફૃરટ સૉલ્ટ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ૧/૨ વાડકીજાડા પૌવા
  8. ૨ ટીસ્પૂનવાટેલા મરી
  9. ૨ ટીસ્પૂનતેલ
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. સર્વ કરવા માટે
  13. લસણની લાલ ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચોખા, અડદની દાળ ને પાણી થી ધોઈ અલગ અલગ પાંચ કલાક પલાળવા

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં અલગ અલગ વાટવા, પૌવા નેં ધોઇ૧૦ મિનિટ પછી મિકસર જારમાં વાટી લો ત્યારબાદ વાટેલા પૌવા બન્ને ખીરા ને મિક્સ કરી પાચ કલાક સુધી રહેવા દો, જેથી સરસ આથો આવી જાય

  3. 3

    પાંચ કલાક પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ, હીંગ, દહીં, સ્વાદ પ્રમાણે મીઠું તેલ નાખીને બરાબર મિક્ષ કરી લો

  4. 4

    ઢોકળીયામ પાણી ગરમ કરો, થાળી ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો, હવે ઢોકળા ના ખીરું માં ઇનો ફૃરટ સૉલ્ટ ઉમેરો, ઉપરથી ૨ ટીસ્પૂન પાણી રેડી બરબર મિક્સ કરી ખીરું થાળી માં પાથરી દો

  5. 5

    ઉપર થી વાટેલા મરી ભભરાવીને ૨૦ મિનિટ સુધી બફાવા દો, ઢોકળા તૈયાર થાય એટલે ૨ મિનિટ પછી ઉપર સીંગતેલ લગાવી કાપા પાડી લસણ ની લાલ ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes