શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. 1 કપચણાની દાળ
  2. ૧/૨ કપ અડદની દાળ
  3. ૧/૨ કપ ચોખા
  4. ૧/૨ કપ ખાટું દહીં
  5. 3 ચમચીવાટેલા આદુ મરચાં
  6. 4ચમચા તેલ
  7. ૧/૪ ચમચી ઈનો
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    #ઢોકળા. અને #ચટણી

    હમણાં બધા ઘરે જ હોય એટલે અને ફરી પાછી સાબુદાણા બટાકા ની ચકરી બનાવી. એટલે નાસ્તા માટે પીળા ઢોકળા બનાવ્યા.

    #ઘટકો_અને_રીત:
    ૧ કપ ચણાની દાળ
    ૧/૨ કપ અડદની દાળ
    ૧/૨ કપ ચોખા
    ત્રણેયને અલગ વાસણમાં પાણીમાં ૮ થી ૧૦ કલાક સુધી પલાળી રાખો.
    ત્યાર બાદ બે વખત બરાબર ધોઈ પાણી નીતારી લો. હવે મિક્સરમાં અલગ અલગ કરકરૂ વાટી લો. વાટી વખતે ૧/૨ કપ ખાટું દહીં ઉમેરવુ.
    હવે ખીરાને બરાબર મિક્સ કરી ઢાંકી ને ૮ થી ૧૦ કલાક સુધી આથો લાવવા મુકી દો.

    ઢોકળીયામા પાણી ગરમ કરવા મૂકો. થાળીમાં તેલ લગાવી દો.

  2. 2

    હવે ખીરામાં આદુ મરચાં, મીઠું, તેલ,ઈનો અને ૧ ચમચો ગરમ પાણી રેડી બરાબર હલાવી થાળીમાં રેડી દો ઉપર લાલ મરચું પાવડર છાંટી લો અને ૧૫ મિનિટ સુધી થવા દો. હવે ગેસ પરથી ઉતારી લો અને પ મિનિટ બાદ તેમાં કાપા પાડી તેલ રેડી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes