સેવરોલ

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

#SFC#સ્ટ્રીટ ફડ. આ રેસિપી માં તમે મનપસંદ વેજીટેબલ નાખીને બનાવી શકો

સેવરોલ

#SFC#સ્ટ્રીટ ફડ. આ રેસિપી માં તમે મનપસંદ વેજીટેબલ નાખીને બનાવી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 લોકો માટે
  1. 4 નંગમીડીયમ બાફેલ બટાકા
  2. 2 નંગલીલાં મરચાં
  3. 2 નાની ચમચીબોઈલ મકાઈ
  4. 1 નાની ચમચીલાલમરચું પાઉડર
  5. ચપટીક હળદર
  6. 3-4 ચમચીધાણાભાજી
  7. 2-3 નાની ચમચીકોનૅફ્લોર
  8. 7-8 ચમચીવરમીસેલી સેવ નો ક્રશ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. તેલ તળવા માટે
  11. 1 વાટકીમેંદો

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી ઠંડા કરી ગ્રેટ કરી લેવા

  2. 2

    હવે બટાકા ના માવા માં મરચાં ને ઝીણા કટ કરીને લેવા, બોઈલ મકાઈ, હળદર, મરચું પાઉડર, ધાણાભાજી, ગ્રેટ કરીને આદું (આ સમયે કોઈ મનપસંદ શાક લઇ શકાય)

  3. 3

    ત્યારબાદ બધું મીક્સ કરી તેમાં બે થી ત્રણ ચમચી કોનૅફ્લોર ઉમેરી ને તેના રોલ વાળી લેવા

  4. 4

    ત્યારબાદ એક બાઉલમાં કોરો મેંદો લેવો બીજા બાઉલમાં 3થી 4 ચમચી મેંદો લઈને પાણી નાખી સ્લરી તૈયાર કરવી

  5. 5

    ત્યારબાદ તૈયાર કરેલ રોલને પહેલાં કોરા મેંદા માં લપેટીને ને સ્લરી માં ડીપ કરી વર્મીસેલી સેવ ના ક્રશ માં લપેટીને તૈયાર કરવા

  6. 6

    ત્યારબાદ રોલને ડીપ ફ્રીજમાં 4 થી 5 મીનીટ સેટ કરી લઈને ને તળી લેવા ગરમાગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર

ટિપ્પણીઓ

Similar Recipes