મુંબઇ સ્ટાઈલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ

khushboo doshi
khushboo doshi @flavourofplatter90
Surat

#માઇઇબુક
#પોસ્ટ7

મુંબઇ સિટી વિવિધ સ્ટ્રીટ ફૂડ માટે લોકપ્રિય છે જેનો આનંદ દરેક લોકો લે છે.
એમાનુ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ.લોકોને હંમેશાં કોઈ ટ્રેન અથવા બસ પકડવાની ઉતાવળ હોય છે અને તેથી તેમાંથી કેટલાક તેમના બધા જ ભોજન મા સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે અને કેટલાક લોકો તેને સાંજના નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ હું મુંબઇની મુલાકાત કરું છું, ત્યારે મને આ ટોસ્ટેડ સેન્ડવીચ લેવાની લાલચ થાય છે. વારંવાર ટોસ્ટ સેન્ડવીચ ખાવા મુંબઈ તો જઈ ના શકાય એટલે મે મારા ઘરે જ આ મુંબઈ મળતી અને એજ સેમ ટેસ્ટની મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ઘરે બનાવી છે. તમે પણ આ જ રીત થી એક વાર ટ્રાય કરી જૂઓ.

મુંબઇ સ્ટાઈલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ

#માઇઇબુક
#પોસ્ટ7

મુંબઇ સિટી વિવિધ સ્ટ્રીટ ફૂડ માટે લોકપ્રિય છે જેનો આનંદ દરેક લોકો લે છે.
એમાનુ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ.લોકોને હંમેશાં કોઈ ટ્રેન અથવા બસ પકડવાની ઉતાવળ હોય છે અને તેથી તેમાંથી કેટલાક તેમના બધા જ ભોજન મા સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે અને કેટલાક લોકો તેને સાંજના નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ હું મુંબઇની મુલાકાત કરું છું, ત્યારે મને આ ટોસ્ટેડ સેન્ડવીચ લેવાની લાલચ થાય છે. વારંવાર ટોસ્ટ સેન્ડવીચ ખાવા મુંબઈ તો જઈ ના શકાય એટલે મે મારા ઘરે જ આ મુંબઈ મળતી અને એજ સેમ ટેસ્ટની મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ઘરે બનાવી છે. તમે પણ આ જ રીત થી એક વાર ટ્રાય કરી જૂઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 8 નંગબ્રેડ
  2. 2 કપબાફેલા અને છૂંદેલા બટાકા
  3. 1/4 કપબાફેલ લીલા વટાણા
  4. 2મીડીયમ કાંદા બારીક સમારેલ
  5. 1-2મીડીયમ ટામેટા બારીક સમારેલ
  6. 2મીડીયમ કેપ્સિકમ બારીક સમારેલ
  7. 1મીડીયમ બીટ બારીક સમારેલ
  8. 2 ચમચીતેલ
  9. 1/2 નાની ચમચીરાઈ
  10. 10-12લીમડા ના પાન
  11. 1/4 ચમચીહળદર પાઉડર
  12. 1 ચમચીલીલા મરચાંની પેસ્ટ
  13. 1 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  14. 1 ચમચીકોથમીર બારીક સમારેલ
  15. 2 ચમચીચાટ મસાલા
  16. 2 ચમચીસેન્ડવીચ મસાલો
  17. સ્વાદ મુજબ મીઠું
  18. 5-6 ચમચીબટર
  19. 1 ચમચીસેન્ડવીચ મસાલા
  20. 1 કપલીલી ચટણી
  21. ટોપિંગ માટે:
  22. 4 ચમચીનાયલોનની સેવ
  23. 2 ચમચીટામેટા કેચઅપ
  24. 2કયુબ ચીઝ
  25. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા બાફીને એક બાઉલમાં બટેકા છૂંદીને સાઈડ પર મૂકો.

  2. 2

    હવે બીજી સાઈડ એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકો, હવે તેમાં રાઈ નાખો, રાઈ ફૂટી જાય એટલે તેમાં અડદની દાળ નાખી એ લાઈટ બ્રાઉન થવા લાગે એટલે તેમાં લીમડાના પાન અને હળદર નાખી ગેસ બંધ કરી લો અને કરીને બટાકા માં નાખી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં લીલા મરચાંની પેસ્ટ,આદુ લસણ ની પેસ્ટ
    મીઠું, ચાટ મસાલો, સેન્ડવીચ મસાલો નાંખી બરાબર રીતે મિકસ કરી લો. હવે બધા જ વેજીટેબલ ને બારીક સમારી સાઇડ પર મૂકી દો.હવે બધા વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની હોય ત્યારે જ મિક્સ કરવા.

  4. 4

    4. બધા વેજીટેબલ ને આ બટેકાનાં મિશ્રણમાં મિક્સ કરી લો, હવે જો મીઠું, મરચું, ચાટ મસાલો ઉમેરવા જેવું લાગે તો તેમાં એડ કરી લો. તેમાં બારીક સમારેલી કોથમીર નાંખી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    બ્રેડ સ્લાઇસ લો, હવે આ બન્ને બ્રેડ સ્લાઇસ પર બટર અને લીલી ચટણી લગાવો અને એક બાજુ રાખો.હવે આ ચટણી લગાવેલ બ્રેડ સ્લાઇસ ઉપર આલૂ નો મસાલો મૂકો અને તેને સમાન રીતે ફેલાવો.

  6. 6

    હવે હેન્ડ ટોસ્ટર ને બંને બાજુ ગ્રીસ કરી તેમાં સેન્ડવીચ ને ટેસ્ટ કરવા મૂકો.
    હવે આ હેન્ડ ટોસ્ટર ને ગેસ પર મૂકીને મીડિયમ ફ્લેમ પર ગેસ રાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો, હવે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન/ક્રીસ્પ થાય એટલે ફેરવી લો. હવે બીજી સાઇડ પણ મીડિયમ ફ્લેમ પર ગેસ રાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો, બંને બાજુ ગોલ્ડનબંને બાજુ ગોલ્ડન બ્રાઉન/ક્રીસ્પ થઈ જાય એટલે ગેસ બંધ કરી લો
    (સેન્ડવીચ ને મીડીયમ ફ્રેમ પર જ રાખવો અને થોડી થોડી વાર ચેક કરી લેવુ)

  7. 7

    બંને બાજુ ક્રીસ્પ થઈ જાય એટલે તેને કાઢી લઈ તેને કટરથી 4 પીસ કરી લો, હવે તેના પર ચીઝ, લીલી ચટણી, સેવ નાખી ગરમા ગરમ સર્વ કરો તો રેડી છે બોમ્બે સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ.

  8. 8

    બોમ્બે સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ને કેચપ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushboo doshi
khushboo doshi @flavourofplatter90
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes