સેવ ઉસળ

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
શેર કરો

ઘટકો

  1. ઉસળ બનાવવા માટે:-
  2. 1 વાટકીલીલા વટાણા
  3. 1 નંગબટાકુ
  4. 2 નંગડુંગળી
  5. 3-4લીલાં મરચાં
  6. 1આદું નો ટુકડો
  7. 2 નંગટામેટાં
  8. 4-5લસણ ની કળી
  9. 1 નંગલીંબુ
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીધાણાજીરું
  13. 1/8 ચમચીહિંગ
  14. 1 ચમચીસૂકા કોપરાનો ભૂકો
  15. જરૂર મુજબ મીઠું
  16. 2-3 ચમચીતેલ
  17. તરી બનાવવા માટે:-
  18. 5-6લસણ ની કળી
  19. 2 ચમચીમરચું પાઉડર
  20. 2 ચમચીતેલ
  21. જરૂર મુજબ મીઠું
  22. 1 વાટકીપાણી
  23. સર્વ કરવા માટે:-
  24. 1 વાટકીજાડી સેવ
  25. જરૂર મુજબ પાઉ
  26. જરૂર મુજબ લસણ ની તરી
  27. જરૂર મુજબ ધાણા ભાજી
  28. 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  29. 2 ચમચીદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકુ અને વટાણા બાફી લેવા વટાણા બાફતી વખતે મીઠું અને 1 ચમચીખાંડ નાખવી જેથી વટાણા નો લીલો કલર જળવાઈ રહે ડુંગળી ટામેટાં આદું મરચાં ની ગ્રેવી કરી લેવી બટાકુ બાફી ને છૂંદો કરી લેવો

  2. 2

    તરી બનાવવા માટે લસણ અને મરચું પાઉડર મીઠું મિક્સ કરી ચટણી બનાવી પાણી નાખવું તેલ ગરમ કરી ચટણી મિક્સ કરી તરી તૈયાર કરવી

  3. 3

    તેલ મૂકી વઘાર કરી ગ્રેવી સાંતળવી ત્યારબાદ બાફેલાં વટાણા બટાકુ નાખી પાણી અને બધા મસાલા નાખી ઉસળ ઉકાળવું ત્યારબાદ ગરમ ગરમ ઉસળ સેવ પાઉં તરી મિક્સ કરી ડુંગળી દાડમ ના દાણા ધાણાભાજી નાખી સેવ ઉસળ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes