સેવ-ઉસળ(sev usal recipe in gujrati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#સમર
આપણે રહ્યા gujju કોરોના ના સમાચાર સાંભળીને થોડી વાર ટેન્શનમાં આવી જઈએ, તોય સવાર સાંજ પાછું નવું ને ચટાકેદાર જમણ તો જોઈએ જ નહીં.એટલે તો gujju ને કોઈ ના પુંગે સાહેબ🤗🏡.

સેવ-ઉસળ(sev usal recipe in gujrati)

#સમર
આપણે રહ્યા gujju કોરોના ના સમાચાર સાંભળીને થોડી વાર ટેન્શનમાં આવી જઈએ, તોય સવાર સાંજ પાછું નવું ને ચટાકેદાર જમણ તો જોઈએ જ નહીં.એટલે તો gujju ને કોઈ ના પુંગે સાહેબ🤗🏡.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 કે 5 વ્યક્તિ
  1. ઉસળ બનાવા માટે***
  2. 200 ગ્રામસફેદ વટાણા
  3. 1મોટું બટાકું(ઓપ્શનલ છે)
  4. તરી બનાવા માટે***
  5. 7-8કળી ફોલેલું લસણ
  6. 2 નંગલીલા મરચાં
  7. ટુકડોનાનો આદુ નો
  8. 2 મોટી ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. સેવ ઉસલ નો મસાલો
  11. 2 ચમચીતેલ
  12. જરૂર મુજબ પાણી
  13. ગાર્નિશીંગ માટે***
  14. લીલી ડુંગળી
  15. રતલામી સેવ
  16. પાઉં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વટાણા ને 3 થી 4 કલાક ગરમ પાણી માં પલાડી લેવા.ત્યારબાદ વટાણા અને બટેકા ને કુકર માં બાફી લેવા.અને ડુંગળી, ટમેટા ને મિક્સર અથવા છીણી ની મદદ થી પીસી લેવું,મિક્સર ના પીસતી વખતે બિલકુલ પાણી ન ઉમેરવું. હવે સેવ ઉસળ મસાલા માં થોડું કાશ્મીરી લાલ મરચું ઉમેરી થોડીવાર પલાળી લો.હવે એક પેન માં તેલ મૂકી પહેલા ડુંગળી સાંતળવી, અને આદુ મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરવી. ત્યાર બાદ તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરી બધું ચડવા દેવું.

  2. 2

    હવે તેમાં બાફેલા વટાણા અને બટેકા ને નાખી જરૂર મુજબ નું પાણી એડ કરો,અને જે ઉસળ નો મસાલો ઉમેર્યો છે તે પણ નાખી બધું હલાવી લો.અને ગેસ ની આંચ ધીમી રાખી બધું ચડવા દો.હવે તરી બનાવા માટે આદુ મરચા, અને લસણ બધું મિક્સર જારમાં ક્રશ કરી, તેમાં થોડું પાણી અને લાલ મરચું, મીઠું ઉમેરી થોડી નરમ પેસ્ટ તૈયાર કરી લો.અને પેન માં તેલ મૂકી આ પેસ્ટ નાખી પાછું થોડું પાણી ઉમેરવુ,તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દેવો.

  3. 3

    આ રીતે તરી રેડી કરી દેવી, અને લીલી ડુંગળી માં લાલ મરચું, મીઠું, ધાણા જીરું નાખી સલાડ બનાવી લેવું. તો અહીં તૈયાર છે.ચટાકેદાર સેવ ઉસળ જે રતલામી સેવ અને પાઉં જોડે ખાવાની મજા આવે છે.

  4. 4

    નોંધ:- મેં અહીં તૈયાર સેવ ઉસળ મસાલો લીધો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savani Swati
Savani Swati @cook_19763958
પર
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

Similar Recipes