મગ પુલાવ

Pinal Patel
Pinal Patel @pinal_patel

#SFC
આણંદ વિદ્યાનગર નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે પ્રોટીન યુકત સ્વાદિષ્ટ મગ પુલાવ, જે આજે મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે

મગ પુલાવ

#SFC
આણંદ વિદ્યાનગર નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે પ્રોટીન યુકત સ્વાદિષ્ટ મગ પુલાવ, જે આજે મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧/૨ કપમગ
  2. ૧ કપબાસમતી ચોખા
  3. ૧ નંગટામેટું
  4. ૧/૨ કપસમારેલી કોબીજ
  5. ૧ નંગકૅપસીકમ
  6. ૧ ટુકડોઆદુ
  7. કળી લસણ
  8. ૧ ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  9. ૧ ટીસ્પૂનતીખું મરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  12. ૧ નંગસમારેલું લીલું મરચું
  13. તજનો ટુકડો
  14. તમાલ પત્ર
  15. ૩ નંગલવિંગ
  16. ૧/૨ ટીસ્પૂનજીરુ
  17. ૧ ટીસ્પૂનહિંગ
  18. ૧/૨+૧/૧ ટીસ્પૂન હળદર
  19. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મગ ને ધોઈ ને ૭ કલાક જેટલો પલાળી રાખો, ચોખા ને ધોઈ ૨૦ મિનિટ સુધી રહેવા દો

  2. 2

    ત્યારબાદ કુકરમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં હીંગ, હળદર નાખીને મગ વઘારી લો તેમાં ૧ કપ પાણી રેડી ત્રણ વ્હીસલ વગાડી લો, મગ કોરા ચડવા જોઇએ

  3. 3

    છુટા ભાત બનાવવા માટે સ્ટીમર માં ચોખામા ૧ કપ પાણી રેડીને ચડવા દો

  4. 4

    હવે લસણની લાલ ચટણી બનાવવા માટે લસણ આદુ પહેલાં વાટો ત્યાર બાદ, લાલ મરચું, મીઠું, ૨ ટીસ્પૂન પાણી રેડીને ચટણી બનાવી લો

  5. 5

    કોબીજ, ટામેટાં, કૅપસીકમ ધોઇ ને ઝીણા સમારી લો

  6. 6

    હવે એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, હીંગ, સમારેલા લીલાં મરચાં,તમાલ પત્ર, તજ, લવિંગ નાખીને કોબીજ સાંતળી લો

  7. 7

    કોબીજ સંતળાઈ જાય એટલે કેપ્સીકમ ટામેટાં ઉમેરો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર નાખીને બરાબર સાંતળી લો

  8. 8

    ત્યારબાદ તેમાં લસણની ચટણી નાખીને બાફેલા મગ વઘારી લો ત્યાર બાદ ભાત ઉમેરો લો

  9. 9

    તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો બરાબર મિક્ષ કરી લો,મગ પુલાવ તૈયાર થાય એટલે ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી મોળા દહીં, પાપડ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એક જ પ્લેટ માં પેટ ભરાઇ જાય એવો આ મગ પુલાવ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes