વેજીટેબલ પુલાવ

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#RB16 #Week16 અમારા પરિવાર ના ફેવરિટ પુલાવ જે આજ મેં બનાવિયા.

વેજીટેબલ પુલાવ

#RB16 #Week16 અમારા પરિવાર ના ફેવરિટ પુલાવ જે આજ મેં બનાવિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સભ્યો
  1. 1 કપબાસમતી ચોખા
  2. 4 કપપાણી
  3. 1 કપતેલ
  4. 1 ચમચીજીરુ
  5. 1 નંગસુકું મરચુ
  6. 4લવિંગ
  7. 1તમાલ પત્ર
  8. 5/6મીઠા લીમડા ના પાન
  9. 1 ચમચીહિંગ
  10. 2 કપમિક્સ શાકભાજી ગાજર, લીલા વટાણા, ટેમેટા, સિમલા મિરચ,
  11. 1બટેકા
  12. 1 ચમચીલાલ મરચુ
  13. 1 કટોરીકાજુ ટુકડા
  14. 1લિંબુ નો રસ
  15. લીલા ધાણા
  16. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તપેલીમાં ચોખા લો તેને પાણી થી સાફ કરોને વીસ મિનિટ પાણી મા પલાડી રાખો.બાદ શાક ને સમારો.બટેકાની છાલ ઉતારીને ચિપ્સ મા કાપો.

  2. 2

    એક તપેલીમાં પાણી ઉમેરો તેમાં મીઠું નાખોને ગેસ ઉપર ગરમ કરવા મુકો પાણી ઉકડે બાદ ચોખા ઉમેરોને ચોખા 1/2 બોઇલ થાય બાદ વટાના, ગાજર ઉમેરોને બોઇલ કરો બાદ ગેસ બંધ કરોને વધારાનુ પાણી નીતારી દો.ભાતને ખૂલ્લા રાખો.

  3. 3

    એક કડાઈમા તેલ ગરમ કરો તેમાં બટાકાની ચિપ્સને ફ્રાય કરો.બાદતે તેલમા લવિંગ, તમાલપત્ર, સુકુ મરચુ, લીમડો ને હિંગ નાખો કાજુ ના ટુકડા ઉમેરો ને લાલ થવાડો બાદ સમારેલા ટોમેટો, સિમલા મિરચ નાખો ને મિક્સ કરો લાલ મરચુ ને મીઠું ઉમેરો ને તેલ ઉપર આવે ત્યા સુધી શેકો.

  4. 4

    બાદ તેમાં બટાકા ની ચિપ્સ ને બોઈલ શાકભાજી વાલા ભાત ઉમેરો ને બરાબર મિક્સ કરો.ઉપર લીલા ધાણા નાખો, લિંબુનો રસ નાખો ને વેજીટેબલ પુલાવ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes