રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને વટાણા બંને કુકરમાં બાફવા મુકવા, ચાર વિશાલ વગાડવી. પછી તેને કુકરમાંથી કાઢી ચારણીમાં કાઢી લેવા. બટેટાની છાલ ઉતારીને ક્રશ કરી લો. પછી વટાણા ને થોડા ક્રશ કરી લો. બંને ક્રશ થઈ જાય ત્યાર બાદ તેને વઘારવાની તૈયારી કરો. એક તપેલામાં ત્રણ ચમચા તેલ મૂકો. તેલ ગરમ થાય ત્યારે ચપટી હિંગ નાખો. પછી તેમાં સૂકા લાલ મરચા તમાલપત્ર મીઠો લીમડો નાખીને 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ નાખવી પછી વટાણા, બટાકા, ક્રસ કરેલા નાખવા. પછી તેમાં મીઠું નાખો 1/2 ચમચી હળદર નાખો. 1 ચમચીમરી પાઉડર નાખો. 1/2 ચમચી ખાંડ નાખો.
- 2
1/2 ચમચી લાલ મરચું પાઉડર,બધુ બરાબર મિક્સ કરીને બે ગ્લાસ પાણી નાખો. પાણી નાખીને દસ મિનિટ ઉકાળો. સરસ ઉકડી, જાય ત્યારબાદ તેમાં ઉપર 1 ચમચીગરમ મસાલો. પછી તેમાં એક લીંબુ નીચોવાનું પછી થોડા ઉપર ધાણાભાજી નાખવા. તો રગડો તૈયાર. પછી પેટીસ બનાવવાની તૈયારી કરો. 500 ગ્રામ બટાકા બાફી લેવાના. બટાકા બફાઈ જાય ત્યારબાદ તેને છાલ કાઢીને ક્રશ કરી લેવાના. સરસ રીતે ક્રશ કરી લેવાના. પછી તેમાં 2 ચમચી તપકીર નાખવાની. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ નાખવાની 1/4 ચમચી હળદર. જરૂર મુજબ મીઠું 1 ચમચીમરી પાઉડર. 1 ચમચીગરમ મસાલો.
- 3
1 ચમચીમિસરી નો ભૂકો. નાખવાનો. 1/2વાટકી ધાણાભાજી નાખવાના. પછી બધું સરસ રીતે મિક્સ કરી લો. મિક્સ થઈ જાય બાદ ગોળ પેટીસ, વાળી લેવી. પછી તેને ગેસ ઉપર લોઢી મૂકી. લોઢી ઉપર તેલ મૂકી. ને પેટીસ ને શેકી લેવી. પેટીસ બદામી રંગની થાય તેવી શેકી લેવાની,બધી પેટીસ, શેકાઈ જાય ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી લેવી. તો તૈયાર છે પેટીસ.
- 4
પછી પેટીસ એક બાઉલમાં. ચાર પીસ કરી લેવાના. પછી તેમાં ઉપર ગરમ રગડો નાખવાનો. પછી તેની ઉપર ગ્રીન ચટણી રેડ ચટણી, મીઠી ચટણી, ઝીણી, સેવ અને ઝીણી ડુંગળી નાખવાની. થોડા ઉપર ધાણાભાજી છાંટવાના. તો તૈયાર છે આપણી રગડા પેટીસ. રગડા પેટીસ ગરમા ગરમ બહુ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રગડા પેટીસ
#જોડીઆ ચાટ ની વાનગી દરેક નાના મોટા દરેક ને ભાવે તેવી છે ખટમીઠાં સ્વાદ વાળી, સામાન્ય દરેક ના ઘર માં મળી રહે તેવા ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
-
રગડા પેટીસ
#ઇબુક#Day 3આ મારી ફેવરીટ ફેવરીટ વસ્તુ છે. ચોમાસામાં ક્યારેક બહાર ખાવાનું થાય તો હું પાણીપુરી કરતા વધારે રગડો પસંદ કરું. અને બને છે પણ એકદમ મસ્ત બહાર જેવો જ હો. Sonal Karia -
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
રગડા પેટીસ (Ragda patties Recipe in Gujarati)
આજે મેં ચટપટી રગડા પેટીસ બનાવી છે.#Trend3#Week3#Post4#રગડાપેટીસ Chhaya panchal -
-
-
-
-
-
-
-
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
પેટીસ
#CT અમારા શહેરમાં મોર્ડન ની પેટીસ ખુબ જ વખણાય છે. એમાં પણ જ્યારે અગિયારસ કે પૂનમ કે શિવરાત્રી, જન્માષ્ટમી જેવા દિવસો દરમ્યાન લોકો અહીં પેટીસ ખાવા માટે આવી જ જાય છે. અને વર્ષોથી તેનો ટેસ્ટ પણ ખુબ જ સરસ છે. આજે મેં પણ અહીં તેવી જ પેટીસ બનાવી છે, સાથે સાથે ઘરના લોકોને પણ ખુશ કરી દીધા છે.આ રીતે તમે પણ બનાવજો. અને મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો...... Khyati Joshi Trivedi -
-
-
More Recipes
ટિપ્પણીઓ