રગડા પેટીસ (Ragda pattice recipe in Gujarati) (Jain)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૩ વ્યકિત
  1. 1-1/2 કપ સફેદ વટાણા
  2. ૨ ચમચીખાંડ અથવા સ્વાદ મુજબ
  3. દોઢ ચમચી ગરમ મસાલો
  4. ૧ મોટી ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  7. ચમચો તેલ
  8. ૫ નંગકાચા કેળા પેટીસ માટે
  9. ૨ ચમચીલીલા મરચાં ની પેસ્ટ અથવા સ્વાદ પ્રમાણે
  10. ૨ ચમચીકોર્ન ફ્લોર
  11. ચમચા પૌંઆ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ચપટીહળદર
  14. તિખી ચટણી માટે
  15. ૧૫૦ ગ્રામ કોથમીર
  16. ૫૦ ગ્રામ ફૂદીનો
  17. ૪/૫ તીખાં લીલા મરચાં
  18. લીંબુ નો રસ
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ગળી ચટણી માટે
  21. ૧ કપખજુર
  22. પા કપ આંબલી નો પલ્પ
  23. 1/2 કપ ગોળ
  24. મીઠું સ્વાદાનુસાર
  25. ડેકોરેશન માટે
  26. ૧ કપઝીણી સેવ
  27. ટામેટાં ઝીણાં સમારેલાં
  28. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ને ધોઈ લો અને તેને ૬ થી ૭ કલાક માટે પલાળી રાખો.પછી ચપટી સોડા નાખી ૬/૭ સિટી થી બાફી લેવા.કેળા ને પણ ૧ સિટી થી બાફી લેવા.

  2. 2

    કેળા નો માવો કરવો તેમાં લીલા મરચા ની પેસ્ટ,મીઠું,લીંબુ નો રસ, કોર્ન ફ્લોર, પલાળેલા પૌવા નાખી ને પેટિસ તૈયાર કરવી.તેને તવી ઉપર તેલ મૂકી સતળી

  3. 3

    પછી એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ નાખી બાફેલાં વટાણા નાખવા.મીઠું,લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરુ પાઉડર,લીંબુ નો રસ,ખાંડ અને ગરમ મસાલો નાખી હલાવી ખદખદવા દેવું જરૂર મુજબ પાણી નાખો.૨/૩ મિનીટ પછી ગેસ બંધ કરવો.

  4. 4

    તિક્ખી ચટણી ની સામગ્રી ભેગી કરીને સમુદ પીસી ચટણી બનાવો. ખજુર- આંબલી ની પણ બાફી ને ચટણી બનાવો.પછી પ્લેટ માં પેટિસ મૂકી ઉપર રગડો નાખવો. ગળી- તીક્ખી ચટણી,ટામેટાં અને સેવ નાખી ચાટ મસાલો નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes