ગુંદા કેરી નું અથાણું

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ૨૦૦ ગ્રામ મેથી ની મસાલો
  3. ૧ નંગકાચી કેરી
  4. ૨૫૦ ગ્રામ જેટલું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદા ને પાણી થી ધોઈ સાફ કરી લેવા પછી તેમાં થી એક ડીશ માં થોડું મીઠું લઈ ચપ્પા વડે બધા માં થી ઠળિયા કાઢી નાખવા પછી કેરી ને ધોઈ સાફ કરી નાના કટકા કરી લેવા કેરી ને છીણી ને પણ લઈ શકાય

  2. 2

    પછી એક વાડકા માં કેરી ને ગુંદા અને મેથી મસાલો લઈ બધું મિક્સ કરી લેવું પછી બરાબર હલાવી તેને ઢાંકી દેવું

  3. 3

    પછી તેને દિવસ માં ૨ વાર હલાવી લેવું એક દિવસ રહેવા દેવું પછી બીજા દિવસે તેને એક કાચ ની બરણી માં ભરી લો પછી તેલ ગરમ કરી લેવું પછી તેલ ને ઠંડુ થવા દેવું

  4. 4

    પછી તેલ બરણી માં ગુંદા કેરી ના અથાણાંa નાખવું તેલ ડૂબે એટલું નાખવું હવે તૈયાર છે ગુંદા કેરી નું અથાણું
    #નોંધ : મે સીંગતેલ નાખ્યું છે તેના બદલે એમાં સરસીયું તેલ પણ નાખી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes