રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટી કઢાઇમાં ૨૦૦ ગ્રામ તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાખી હલાવો અને હળદર નાખો ત્યારબાદ મેથી ના કુરીયા નાખો અને સાતળો સુગંધ આવે ત્યારે રાઈનાં કુરીયા નાખો અને સરસ હલાવી ને ગેસ બંધ કરી દો સહેજ ઠંડું પડે એટલે તેમાં મીઠું અને મરચું નાખી હલાવી લો અને બંધ કરી બાજુ પર રાખી દો
- 2
હવે કેરી ને ચોખ્ખી ધોઈ તેમાંથી બે મોટી તેરી બાજુ પર રાખ બાકીની કેરીના કટકા કરવા અને હળદર મીઠું નાખીને હલાવી ને તેને એક પેપર પર કે કપડાં પર સુકાવા મુકવા
- 3
બે કેરી જે રાખેલ હતી તેને ખમણી નાખવી અને તેમાં મીઠું અને હળદર નાખી હલાવી ને નીચોવી લેવું અને તેને પણ તડકે મુકવું
- 4
ગુંદા ને ચોખ્ખા ધોઈ તેને એક વાસણમાં પાણી મુકી તેની ઉપર ચારણી મુકી ગુંદા ને બાફવા મુકવા અને ગુંદા નો કલર બદલાય એટલે ગેસ બંધ કરી પાંચ મિનિટ માટે બંધ કરી રાખી દેવું પાંચ મિનિટ બાદ એક ચારણીમાં કાઢી પાણી નિતારી લેવું
- 5
ગુંદા ઠંડા પડે એટલે તેમાંથી બીયાં કાઢી લેવા
- 6
ત્યાં સુધી માં કેરીના કટકા અને છીણ બંન્ને કોરા પડી ગયા હશે એટલે તે ઘરમાં લઈ એક સ્વચ્છ બરણી લઈને અથાણું ભરવા બેસવું
- 7
હવે મસાલા માં કેરી નું છીણ ભેળવી બરણી માં પહેલાં પાથરવું ત્યારબાદ ગુંદા માં એ મસાલો ભરવો અને તેનું એક થર કરવું પછી કેરી ના કટકા મસાલા માં મીક્ષ કરી તેને થર કરવો પછી થોડો મસાલા નો થર કરવો આમ એક પછી એક થર કરી અથાણું ભરી લેવું
- 8
- 9
આવી રીતે બરણી ભરીને રાખી દેવું
- 10
બે દિવસ બાદ ૭૫૦ ગ્રામ તેલ ગરમ કરવા માટે મુકો તેલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેલને ઠંડું પડવા દો અને પછી તેલ બરણી માં નાખી દો
- 11
ધીમે ધીમે તેલ શોષાઈ જશે જરૂર લાગે તો થોડું તેલ ઉમેરવું તો બે દિવસ બાદ હવે તૈયાર છે બારેમાસ ખાઈ શકાય તેવું મેથીયા અથાણું
- 12
મેં અહીં ગુંદા ને બાફીને બનાવેલ છે જો તમારે કાચા ગુંદા નું બનાવવું હોય તો ગુંદા બાફવા ને બદલે સીધા ઠળિયા કાઢી ભરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
-
-
ઈન્સ્ટન્ટ કેરી ગુંદા અથાણું
#seasonal#cookpadgujrati#cookpadindia ગુજરાતી અથાણાના ખુબ જ શોખીન હોય સીઝન મા જુદા જુદા અથાણા બનાવે છે અત્યારે કેરી અને ગુંદા બજારમાં દેખાઈ છે પરંતુ આખુ વર્ષ અથાણુ રહે તેવી કેરી હજુ આવતી નથી, એટલે મે તાજુ અથાણુ બનાવ્યુ છે જે જલદી બની જાય છે અને ૧૫ થી ૨૦ દીવસ ફ્રીઝમાં સરસ રહે છે અને તેમા તેલ પણ ખુબ ઓછુ નાખીએ તો ચાલે, આ અથાણુ ખીચડી, ભાખરી, પરોઠા સાથે મસ્ત લાગે Bhavna Odedra -
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું
ગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું#APR #Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#GundakairiNuAthanu #pickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapગુંદા કેરી નું ખાટું ચટપટું અથાણું -- રોટલી, પૂરી, થેપલાં, દાળ - ભાત , સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે . હું હંમેશા રાઈ નું કચ્ચી ઘાની નું કાચું તેલ , અથાણાં માં ગરમ કર્યા વગર જ નાખું છું. આખું વરસ અથાણાં નો રંગ લાલ ચટક જ જળવાઈ રહે છે , જરા પણ ખરાબ થતું નથી . Manisha Sampat -
ગુંદા, કેરી નું ખાટું અથાણું
#RB6#Week 6#KRPost 1લગભગ દરેક ગુજરાતી ઓ નાં ધર માં બનતું ગુંદા નું ખાટું અથાણું એકદમએ સ્વાદિષ્ટ બને છે.આ રીતે બનાવો તો આખું વર્ષ સારું રહે છે. Varsha Dave -
-
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
ખાટી કેરી ગુંદા અથાણું (khatiKerigundapickle recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૪#સ્પાઇસી Rashmi Adhvaryu -
ગુંદા નું ખાટું અથાણું
#MDC#RB5 ગુંદા નું અથાણું મારાં મમ્મી ખૂબ સરસ બનાવે છે અને મને પણ બનાવતાં શીખવાડ્યું અમારા ઘર માં બધાં ને ભાવે છે Bhavna C. Desai -
-
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ફેમિલીમાં બધાને ભાવતું ખાટુ ને ચટાકેદાર ગુંદાનું અથાણુ આ અથાણા ને વર્ષ સુધી સાચવી શકાય છે Jinkal Sinha -
કેરી નું ખાટું અથાણું
#અથાણુહું કેરી નાં અથાણું માં મસાલો માં એકલા મેથી ના કુરીયા નથી નાખતી.. એમાં રાઈ નાં કુરીયા પણ મિક્સ કરી લેવું આનાથી ખાટું અથાણું વધારે. સરસ બનશે..અને અડધો કપ વિનેગર પણ ઉમેરો એના થી સ્વાદ મસ્ત આવેછે.. Sunita Vaghela -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
-
ગુંદા કેરી નું અથાણું
#SSMઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા કેરી નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
-
કેરી-ગુંદા નું ચટાકેદાર ખાટું અથાણું (Keri Gunda Chatakedar Khatu Athanu Recipe In Gujarati)
દાદીમા ની રીતથી Nidhi Kunvrani -
More Recipes
ટિપ્પણીઓ