ચીલી ગાર્લિક મોમોસ

Tanvi Desai
Tanvi Desai @cook_9735664
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બહાર ના પડ માટે
  2. ૧ કપ ઘઉં નો લોટ / મેંદો
  3. ૧ કપ ઘઉં નો લોટ / મેંદો
  4. સ્વાદાનુસાર મીઠું
  5. પુરણ માટે
  6. ૧ કપ સમારેલા શાક (ભોલર મરચા, ગાજર, લીલા કાંદા, કોબી)
  7. ૧/૪ કપ પનીર
  8. ૧ ચમચી સમારેલું લસણ
  9. ૧ ચમચી સમારેલું આદુ
  10. ૧ ચમચી સોયા સોસ
  11. ૧/૪ ચમચી મરી નો ભૂકો
  12. ૨ ચમચા તેલ
  13. સ્વાદાનુસાર મીઠું
  14. ચીલી ગાર્લિક સોસ માટે
  15. ૧ ૧/૨ ચમચો સચેઝવાન સોસ
  16. ૨ ચમચા ટમેટા સોસ
  17. ૧ ચમચી સોયા સોસ
  18. ૧/૪ ચમચી મરી
  19. ૧ ચમચી સમારેલું લસણ
  20. ૧ ચમચી સમારેલું આદુ
  21. ૨ ચમચી સમારેલી કોથમીર
  22. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં થોડું પાણી, તેલ ને મીઠું ઉમેરી ને લોટ બાંધી લો.

  2. 2

    તેલ ગરમ કરી તમે વાટેલા આદુ મરચા લસણ સાંતળો. તેમાં સમારેલા શાક ઉમેરી ને મોટા તાપે ૨-૩ મિનિટ માટે સાંતળી લો.

  3. 3

    મીઠું, સંચળ, સોયા સોસ, પનીર ઉમેરી ને મધ્યમ તાપે ૨-૩ મિનિટ માટે રાંધી લો. પછી ગેસ બંધ કરો.

  4. 4

    લોટ ના લુઆ કરી તેને ૩-૪" ના ગોળ વણી લો.

  5. 5

    તેની વચ્ચે પનીર નું મિશ્રણ મૂકી ને મોમો ના આકાર આપો.

  6. 6

    ૧૦-૧૫ મિનિટ માટે મોમો ને સ્ટીમ કરી લો. થોડી વાર રહી ને ચકાસી લો. લોટ આંગળી પર ચીટકે તો હજી મોમો કાચા છે. થોડી વાર રાંધી લો. ના ચીટકે તો સમજવું થઇ ગયા છે.

  7. 7

    તેલ ગરમ કરી તેમાં વાટેલા આદુ લસણ મરચાં ૧ મિનિટ માટે સાંતળી લો.

  8. 8

    તેમાં ટમેટા સોસ, સચેઝવાન સોસ, ને સોયા સોસ ઉમેરી ને હલાવી લો.૨ ચમચા પાણી ઉમેરી ને ભેળવી લો. બધું એક ઉભરો આવે તેવું રાંધો

  9. 9

    મીઠું ને મરી ઉમેરો. કોથમીર ભભરાવી ને હલાવી લો. તેમાં મોમો ઉમેરી ને હળવા હાથે ભેળવી ને ૨-૩ મિનિટ માટે રાંધી ને ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi Desai
Tanvi Desai @cook_9735664
પર

ટિપ્પણીઓ

Similar Recipes