શેર કરો

ઘટકો

30-45મિનીટ
5 સર્વિંગ્સ
  1. 2 કપમેંદો
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. તેલ મોણ માટે
  4. સ્ટફિન્ગ માટે
  5. 2-3 ચમચીતેલ
  6. 2કાંદા
  7. 1 ચમચીલસણ ની પેસ્ટ
  8. 7-8કોબીજ નાં પાન
  9. 1ગાજર
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1/2 ચમચીસોયા સોસ
  12. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30-45મિનીટ
  1. 1

    એક બાઉલ માં મેંદો લઇ તેમાં મીઠું, તેલ નાખી પાની એડ કરી લોટ બાંધી લો.તેને 20 મિનીટ રહેવા દો.

  2. 2

    હવે કાંદા,કોબીજ અને ગાજર ને ઝીણું સમારી લો અથવા તો ચોપર માં ચૉપ કરી લો.

  3. 3

    હવે એક કડાઈ માં તેલ મુકી તેમાં કાંદા,કોબીજ અને લસણ ની પેસ્ટ એડ કરી સાંતળી લો.

  4. 4

    હવે તેમાં ગાજર,મરી પાઉડર,મીઠું અને સોયા સોસ એડ કરી સરખું મિક્સ કરો.સ્ટફિન્ગ રેડી છે.

  5. 5

    હવે લોટ ની રોટલી વણી તેને ગોળ શેપ નાં કૂકી કટર થી(ગોળ ઢાંકણ કે વાટકી પણ ચાલે) કટ કરી લો.હવે તેને એક ની ઉપર એક રાખી દો.

  6. 6

    હવે તેમાં થોડું સ્ટફિન્ગ એડ કરી તેની બધી બાજુ પાણી લગાવી ફોટામાં બતાવ્યા પ્રમાણે વાળી લો.હવે તેનો રોલ વાળી લો.છેલ્લે કિનારી ઉપર પાણી લગાવી પેક કરી દો.

  7. 7

    હવે એક મોટા તપેલા માં પાણી મુકી ગરમ કરો.ત્યારબાદ તેમાં કાંઠો મુકી ચારણી કે કાણાં વાળી ડીશ માં મોમોસ ને મુકી 5-10 મિનીટ માટે બાફી લો.

  8. 8

    રેડી છે રોઝ મોમોસ.તેને મોમોસ ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes