સેઝવાન ચીલી-ગાર્લિક આલુ રોલ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#વિકમિલ૧
#સ્પાઈસી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રોટલી માટે :
  2. ૧/૨ કપમેંદો
  3. ૧/૪ કપઘઉંનો લોટ
  4. ૧ ટી સ્પૂનતેલ મોણ માટે
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ધી સાંતળવા માટે
  7. સ્ટફિંગ માટે સમાગ્રી:
  8. મધ્યમ બાફેલા બટાકા
  9. ૧ ટેબલ સ્પૂનસ્પાઈસી સ્ઝવાન ચીલી-ગાર્લિક સૉસ
  10. ૧ ટી સ્પૂનસમારેલી કોથમીર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. અન્ય સામગ્રી;
  13. ૧/૪ કપસમારેલી ડુંગળી
  14. ૧/૪ કપસમારેલા કેપ્સીકમ
  15. ૩ ટેબલ સ્પૂનટોમેટો સોસ
  16. ૩ ટેબલ સ્પૂનમેયો
  17. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ની છાલ ઉતારી અને ટુકડા કરો. એક મિશ્રણ બોઉલ માં નાખી ને એમાં સ્ઝવાન ચીલી-ગાર્લિક સૉસ અને કોથમીર નાખી બરોબર મિક્સ કરો. ત્રણ ભાગ કરવા.

  2. 2

    એક મિશ્રણ બોઉલ માં મેંદો ઘઉં નો લોટ તેલ નું મોણ અને મીઠું નાખી ને પાણી નાખી ને સાધારણ નરમ લોટ બાંધો.

  3. 3

    મસળી ને ૩ એક સરખા લુઓ બનાવવા. એક લુઓ લઈને મોટી, સાધારણ જાડી રોટલી વણો. એવી રીતે બીજી ૨ રોટલી વણો. ગરમ તવા પર કાચી પાકી શેકી લો.

  4. 4

    જ્યારે પીરસવા નાં સમય...કાચી - પાકી બનાવેલ રોટલી ને ગરમ તવા પર ઘી મૂકી ને બન્ને સાઈડ શેકી લો.

  5. 5

    એક શેકેલી રોટલી પર ૧ ટેબલ ચમચી ટોમેટો સોસ પાથરી તેના પર મેયો સોસ પાથરો.

  6. 6

    એના વચ્ચે સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ના ટુકડા મૂકો. એના ઉપર સ્પાઈસી આલુ નું મિશ્રણ પાથરો.(ફોટા માં બતાવ્યાં મુજબ)

  7. 7

    એના ઉપર ચીઝ ભભરાવી ને બન્ને સાઈડ થી ફોલ્ડ કરી, તવા પર મૂકી ને જરાક શકો. સર્વે કરો. એવી રીતે બીજા સ્ઝવાન ચીલી-ગાર્લિક આલુ રોલ બનાવો.

  8. 8

    સ્વાદિષ્ટ સ્ઝવાન ચીલી-ગાર્લિક આલુ રોલ નું સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes