અખરોટ ને બદામ ચોકલેટ ફજ

Rachna Solanki
Rachna Solanki @cook_15533862
Mumbai

અખરોટ ને બદામ મગજ ના વિકાસ માટે ખુબજ ફાયદાકારક છે. ચોકલેટ પણ થોડી હદ સુધી માનસિક તણાવ ને દૂર કરવા માં મદદ કરે છે. તેથી આ બધી ફાયદાકારક વસ્તુ ઓ ને ભેળવી ને આ વાનગી તૈયાર કરી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  2. ૫૦ ગ્રામ સફેદ ચોકલેટ
  3. ૧ ચમચી અથવા સ્વાદાનુસાર દળેલી ખાંડ (બૂરું ખાંડ ન વાપરવું)
  4. ૧ કપ અધકચરા વાટેલા અખરોટ
  5. ૧ કપ અધકચરી વાટેલી બદામ
  6. ૭૫ ગ્રામ બટર (ઘી ન વાપરવું)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બંને ચોકલેટ ને માઇક્રોવેવ માં ૩૦ સેકન્ડ માટે ઓગાળવા મુકો. પછી તેમાં બટર (ઘર નું બનાવેલું માખણ ન વાપરવું) ઉમેરી ને બીજી ૨૦-૩૦ સેકન્ડ માટે માઇક્રોવેવ માં ઓગળવા મુકો. બહાર કાઢી ને બરાબર હલાવી લેવું.

  2. 2

    થોડું ઠંડુ પડે એટલે તેમાં અધકચરા વાટેલા અખરોટ ને બદામ ઉમેરી ને ભેળવી લો. વધારે ગળ્યું જોઈએ તો અત્યારે આ જ સમયે દળેલી ખાંડ ઉમેરી ને હલાવી લો. એક ડીશ માં કાઢી ને ઠરવા દો.

  3. 3

    તૈયાર છે અખરોટ બદામ ચોકલેટ ફજ. દર સવારે નિયમિત ખાવા થી સ્વાસ્થ્ય સારું રહે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rachna Solanki
Rachna Solanki @cook_15533862
પર
Mumbai

Similar Recipes