ચોકલેટ આલ્મંડ ફજ(Chocolate Almond Fudge Recipe in Gujarati)

Pranami Davda
Pranami Davda @cook_26426386
Rajkot, India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૧૫ પીસ
  1. ૨ કપ ડાર્ક ચોકલેટ
  2. ૪ મોટી ચમચી બટર
  3. ૩૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મીલ્ક
  4. ૧ કપ સમારેલી બદામ
  5. ૧ કપ મોળો માવો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રી માપીને એકઠી કરી લેવી.

  2. 2

    સૌપ્રથમ એક લોયા માં બટર ઉમેરવું તે બાદ તેમાં ડાર્ક ચોકલેટ ઉમેરવી ડાર્ક ચોકલેટ થોડી ઓગળે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવું. આ મિશ્રણને સતત હલાવતા રહેવું નહીં તો ચોટી જશે.

  3. 3

    મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે એટલે તેમાં બદામના ટુકડા ઉમેરી બે-પાંચ મિનિટ ચલાવવું. ત્યારબાદ તેમાં મોળો માવો ઉમેરી વધુ ત્રણ-ચાર મિનિટ એકધારો ચલાવતું રહેવું.

  4. 4

    હવે એક ચાર ઇંચ ના મોલ્ડમાં બટર પેપર લગાવી તેમાં ફજ ઉમેરી દેવું અને ઉપરથી બદામ ના ટુકડા અને બદામનો ભૂકો ઉમેરો.

  5. 5

    કંચના થ્રી ઠંડુ થવા દેવું ત્યારબાદ તેના પીસ પાડી રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું. ત્યારબાદ તેને ફ્રીજમાં ૩ કલાક માટે પ્લાસ્ટિક સ્ક્રેપ કરી સેટ થવા દેવું.

  6. 6

    સેટ થયા બાદ તેના પીસ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pranami Davda
Pranami Davda @cook_26426386
પર
Rajkot, India

Similar Recipes