પૌષ્ટિક પૂડા રોલ (vegetable frankie with testy and healthy twist)

Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648

#મારા શરીર ની બહાર મારુ હરતું ફરતું હૃદય એટલે મારી વ્હાલી દીકરીઓ સ્વરાક્ષરા.....

#હું મારી આ ડીશ મારી વ્હાલી દીકરીઓ સ્વરા અને અક્ષરા (સ્વરાક્ષરા) ને dedicate કરું છું...... love u angles.....

પૌષ્ટિક પૂડા રોલ (vegetable frankie with testy and healthy twist)

1 કમેન્ટ કરેલ છે

#મારા શરીર ની બહાર મારુ હરતું ફરતું હૃદય એટલે મારી વ્હાલી દીકરીઓ સ્વરાક્ષરા.....

#હું મારી આ ડીશ મારી વ્હાલી દીકરીઓ સ્વરા અને અક્ષરા (સ્વરાક્ષરા) ને dedicate કરું છું...... love u angles.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1  કલાક
3 સર્વિંગ્સ
  1. ચણા લોટ 1 વાડકી
  2. 3 ચમચીઘઉં લોટ
  3. મીઠું જરૂર મુજબ
  4. પાણી "
  5. હળદર "
  6. લાલ મરચું પાવડર "
  7. ધાણાજીરું પાવડર "
  8. ચાટ મસાલો "
  9. આમચૂર પાવડર "
  10. ગરમ મસાલો"
  11. સંચળ પાવડર"
  12. આદું 1 ઇંચ ટુકડો
  13. લીલા મરચા 4 નંગ
  14. લસણ 5 કળી
  15. તેલ જરૂર મુજબ
  16. ટામેટા સોસ / કેચઅપ
  17. ચીઝ 3 ક્યુબ
  18. મનપસંદ શાકભાજી

રાંધવાની સૂચનાઓ

1  કલાક
  1. 1

    પૂડા બનાવવાની રીત:- એક તપેલી માં 1 વાડકી ચણા નો લોટ, 3 ચમચી ઘઉં નો લોટ, મીઠું સ્વાદ અનુસાર, હળદર 1/2 ચમચી આદું- લીલા મરચાં-લસણ ની પેસ્ટ 1ચમચી, અજમો 1/4 ચમચી લઇ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા જવું અને બરોબર મિક્સ કરતા જવુ. બનેલા ખીરા માંથી પૂડા બનાવવા.

  2. 2

    કડાઈ માં 1 ચમચી તેલ, 2 ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 1 નંગ ઝીણું સમારેલું ટામેટું, 1/2 નંગ ઝીણું સમારેલું ગાજર, 1/2 નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ, 2 ચમચી ઝીણી સમારેલી કોબીઝ, 4 નંગ બાફીને છૂંદેલ બટાકા, મીઠું, હળદર 1/2 ચમચી, ફ્રેંકી મસાલો નાખી બધું મિક્સ કરી મનગમતા આકાર માં ટીક્કી વાળવી અને તાવ પર shelo fry કરવી.

  3. 3

    તવી ધીમા ગેસ પર રાખવી, તેના પર બનાવેલો પુડલો મુકવો, સોસ અથવા કેચઅપ પથરવો, ફ્રેંકી મસાલો છાંટવો, બનાવેલી ટીક્કી મુકવી, મનપસંદ હોય એવા ઝીણા સમારેલા શાકભાજી મુકવા, સોસ અથવા કેચઅપ નાખવો, ફ્રેંકી મસાલો છાંટવો, ચીઝ છીણીને નાખવી, પૂડા ને બંને બાજુ થી રોલ કરવો, ચીઝ મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી એક ડીશ માં લઇ લેવો.ઉપર થી ફરીવાર ઝીણા સમારેલા શાકભાજી, ફ્રેંકી મસાલો અને સોસ કે કેચઅપ થી garnish કરી serve કરો...

  4. 4

    ફ્રેંકી મસાલો બનાવવા માટે એક વાડકી માં લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, સંચળ પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું સ્વાદપ્રમાને લઈ મિક્સ કરવું.

  5. 5

    Pro pic...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binaka Nayak Bhojak
Binaka Nayak Bhojak @cook_15962648
પર
'ગૃહિણી'....હોવાનો મને ખૂબ જ ગર્વ છે...
વધુ વાંચો

Similar Recipes