ચોખાના લોટ નાં લાડુ

Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977

#મધર
#goldenapron
#post 10
#ચોખાના લોટ નાં લાડુ
#08/05/19

મારા બા ને ચોખાના લોટના લાડુ ખુબજ પ્રિય હતા. અને મને પણ આ લાડુ ખુબજ ભાવે. જયારે પણ કહું ત્યારે તરત જ બનાવી દે. આજે પણ હું બનાવું છું, પણ બા ના હાથથી બનેલાં લાડુ નો સ્વાદ નથી આવતો, બા ના હાથ માં જે પ્રેમ અને મીઠાશ હતી. એની કમી રહી જ જાય છે. મારી જિંદગી ની પ્રેરણાસમી મારી વ્હાલી બા ને હું ખુબજ મીસ કરું છું. એક કવિતા મારા વ્હાલા બા માટે....
🌹મારી બા🌹
દોરીએ લટકી રહ્યા કપડાં રાહ જોઈ..વાળતી ઘડી જાણે કરી ઇસ્ત્રી..ઉઠાડતી પરોઢે ટહુકો મધુર એનો..સાંભળવા તરસી રહ્યા કાન મારા...
ચકા ચકીની કહેતી વાર્તા મુજને...
લોરી મીઠી સાંભળી આવે નિંદર મુજને..
ચોખાના લાડુ બનાવી હાથેથી જમાડે...
પાલવ એનો ઓઢાડી કરતી રક્ષણ મારૂં...
માથે હાથ જો તારો હતો..દુનિયા થી હું ન્યારી હતી...તુજ પ્રીતથી ભીંજાતી..ખુશીઓ ની કિલકારી..નથી આજે સાથ તારો...છું ભીડમાં પણ એકલી..શોધું છું તુજને બા મારી..
ક્યાં ખોવાઈ ગઈ તું...
સ્વપ્નલ🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૨ વ્યક્તિ
  1. 1કપ ચોખાનો લોટ
  2. 4ટેબલ્સપુન ઘી
  3. 1/2કપ દળેલી ખાંડ
  4. દુધ જરૂર મુજબ
  5. એલચી, બદામ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચોખાને થોડા શેકીને તેનો લોટ દળી લેવો, અથવા ચોખાના લોટને થોડો શેકી લેવો. પછી શેકેલા લોટમાં પીગાળેલું ઘી, દળેલી ખાંડ, અને લાડુ વળે એટલુંજ જરૂર મુજબ દુધ નાંખીને લાડુ બનાવી દેવા.

  2. 2

    દેરક લાડુ ઉપર કાંટા થી ડિઝાઇન કરવી, ઉપર ખસખસ, એલચી અને બદામથી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977
પર

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes