કેસરિયા બેસન નાં લાડુ

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12

#મીઠાઈ
બેસન ના લાડુ એ ભારત ની પ્રખ્યાત મીઠાઈ છે. આ મીઠાઈ ચણા ના લોટ, ખાંડ, દેશી ઘી, કિશમિશ અને કેસર માંથી બનાવવા માં આવે છે. આ ખાસ કરી ને દિવાળી, નવું વર્ષ, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો માં બનાવવા માં આવે છે. આ રેસિપી મે મારા સાસુ માં પાસે થી શીખી છે. તે આ મીઠાઈ ને અલગ જ રીતે બનાવે છે. આ લાડુ બનાવવા આસન છે પણ થોડા ટ્રિકી છે. સામાન્ય રીતે બેસન નાં લાડુ ની રીત માં ચણા ના લોટ ને શેકવા માં આવે છે અને પછી તેને ખાંડ ની ચાસણી માં નાખી ને બનાવવા માં આવે છે. પણ આ રીત થોડી અલગ છે. જેમાં ચણા ના લોટ નો લોટ બાંધી ને નાના બોલ બનાવી તેને તળવા માં આવે છે. ત્યારબાદ તેના ચૂરા ને ઘી અને ખાંડ ની ચાસણી માં નાખી ને લાડુ બનાવાય છે. આ પ્રકારે લાડુ બનાવવા થી તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ગુજરાતી માં આ લાડુ ને લાસા લડવા, ટકા લાડવા અને ધાબા ના લાડવા પણ કહે છે.

કેસરિયા બેસન નાં લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. 2.5કપ ચણા નો લોટ
  2. 1કપ દૂધ (લોટ બાંધવા માટે)
  3. 1.5કપ દેશી ઘી
  4. 2કપ ખાંડ
  5. જરૂર મુજબ પાણી
  6. 1/4નાની-ચમચી ઈલાયચી પાવડર
  7. તળવા માટે ઘી
  8. 1/4કપ કિસમિસ
  9. 7-8કેસરના તાંતણા
  10. કાજુ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ લો.

  2. 2

    તેમાં ચણાના લોટને ચાળી લો.

  3. 3

    હવે તેમાં દૂધ નાખીને કઠણ લોટ બાંધી લો.

  4. 4

    આ રેસિપીમાં લોટ પ્રમાણમાં કઠણ હોવો ખૂબ જરૂરી છે.

  5. 5

    હવે લોટ માંથી નાનો ભાગ લઈને તેને નળાકાર આકાર આપો અને આંગળી ની મદદ થી તેમાં હોલ પાડો.

  6. 6

    આ પ્રકારે બધા લોટ ના નળાકાર ગોળા બનાવી લો.

  7. 7

    હવે એક કઢાઈ લો.

  8. 8

    તેમાં ઘી નાખો.

  9. 9

    મધ્યમ તાપે ઘીને ગરમ થવા દો.

  10. 10

    જ્યારે ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં બનાવેલા ગોળા તળી લો.

  11. 11

    આછા કથ્થાઈ રંગના થાય ત્યાં સુધી તળો.

  12. 12

    ત્યાર બાદ તેને ઠંડા પડવા દો.

  13. 13

    હવે હાથની મદદથી બધા ગોળા નો ભૂકો કરી લો.

  14. 14

    હવે આ ભુકાને મિક્સર માં ક્રશ કરી લો.

  15. 15

    ફાઇન પાઉડર બનાવી લો.

  16. 16

    હવે તેને ચાળી લો.

  17. 17

    ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર અને કિશમિશ નાખો.

  18. 18

    બરાબર મિક્સ કરી લો અને એક તરફ મુકો.

  19. 19

    હવે એક કઢાઈ લો અને તેમાં ખાંડ નાખો.

  20. 20

    ત્યારબાદ તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખો.

  21. 21

    બે થી ત્રણ કપ પાણી જોશે.

  22. 22

    હવે ખાંડ ને ઓગળવા દો અને ગેસ નો તાપ ધીમો રાખવો.

  23. 23

    મિશ્રણને હલાવો.

  24. 24

    તેમાં કેસરના તાંતણા પણ ઉમેરો.

  25. 25

    ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી બે તારની ચાસણી તૈયાર થઇ જાય.

  26. 26

    હવે આ ચાસણીને લાડવા ના મિશ્રણ માં નાખો.

  27. 27

    આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

  28. 28

    તમે ચાહો તો થોડો કેસરી કલર પણ નાખી શકો છો.

  29. 29

    હવે તેમાં એક કપ ઘી નાખીને બરાબર મિક્સ કરી લો.

  30. 30

    ત્યારબાદ જો જરૂર પડે તો બચેલું ઘી તેમાં નાખો.

  31. 31

    હાથ વડે બધું બરાબર મિક્સ કરી લો.

  32. 32

    હવે મિશ્રણમાંથી થોડો ભાગ લઈને નાના નાના લાડુ બનાવી લો.

  33. 33

    આ પ્રકારે બધા લાડવા બનાવી લો.

  34. 34

    હવે તેને 10 થી 20 મિનિટ સુધી સેટ થવા માટે એક તરફ મુકો.

  35. 35

    તમે આ લાડવા ની દસ દિવસ સુધી એર ટાઈટ ડબા માં સ્ટોર કરી શકો છો.

  36. 36

    હવે લાડવા ને કાજુ વડે સજાવો.

  37. 37

    તહેવારમાં આ કેસરિયા બેસનના લાડુ ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Kataria Paradva
પર

ટિપ્પણીઓ

Similar Recipes