#જોડી સ્વાદિષ્ટ હરિયાળા બટાકા વડા સાથે લાલ ચટણી અને લીલી ચટણી.

આ વરસાદી માહોલ માં જો ગરમાગરમ ભજીયા, ગોટા, પકોડા, વડા મળી જાય તો મજા જ કંઈક અલગ હોય છે....તો આવો આજે હું આપ સૌ ની માટે લઈને આવી છું હરિયાળા બટાકા વડા....
#જોડી સ્વાદિષ્ટ હરિયાળા બટાકા વડા સાથે લાલ ચટણી અને લીલી ચટણી.
આ વરસાદી માહોલ માં જો ગરમાગરમ ભજીયા, ગોટા, પકોડા, વડા મળી જાય તો મજા જ કંઈક અલગ હોય છે....તો આવો આજે હું આપ સૌ ની માટે લઈને આવી છું હરિયાળા બટાકા વડા....
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચણા નો લોટ, મીઠું અને જરૂર પ્રમાણે પાણી રેડી બરોબર મિક્સ કરતા જઈ ખીરું તૈયાર કરો.
- 2
હવે એક બાઉલ માં બાફેલા બટાકા નો માવો, મીઠું, લસણ આદું મરચાં ની પેસ્ટ 1 ચમચી, પાલક ની પ્યુરી(પાર બોઇલ કરેલી પાલક ને મિક્ષી માં કોરી જ ફેરવી લેવી અને પ્યુરી બનાવવી), બ્રેડ નો ભૂકો જરૂર પ્રમાણે નાખી મિક્સ કરી એક વઘારીયા માં 1 ચમચી તેલ લઈ તેમાં જીરું અને હિંગ નો વઘાર કરી બટાકા ના મિશ્રણ માં નાખી મિક્સ કરી નાના નાના બોલ્સ બનાવી લેવા.
- 3
હવે બનાવેલા ખીરા માં જરૂર પ્રમાણે ખાવાનો સોડા નાખી મિક્સ કરી બનાવેલા બોલ્સ ને ખીરા માં ડબોળી ગરમ તેલ માં મધ્યમ ગેસ પર તળી લો. વડા ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય એટલે કાઢી લો અને ઉપર થી ચાટ મસાલો ભભરાવો.
- 4
એક તપેલી માં ખજુર આંબલી ને જરૂર મુજબ પાણી રેડી બાફવા મુકો. હવે બાફેલા મિશ્રણ ને ગળણી થી ગાળી તેમાં સ્વાદ મુજબ ગોળ, મીઠું, લાલ મરચું અને ધાણાજીરું નાખી મિક્સ કરી ધીમા તાપે ઉકળવા દો.
- 5
એક મિકસી જાર માં ધોયેલી કોથમીર, લીલા મરચાં, આદું, ફુદીનો, મીઠું અને લીંબુ રસ નાખી ફાઇન પેસ્ટ બનાવી લો.
- 6
હવે ગરમાગરમ હરિયાળા બટાકા વડા ની સાથે બંને સ્વાદિષ્ટ ચટણી સાથે મોજ માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#જોડી ભૂંગળા સાથે ચટપટા છોલે
ભૂંગળા બટેકા તો આપ સૌ એ ચાખ્યા જ હશે પણ આજે હું આપ સૌ માટે લાવી છું ભૂંગળા સાથે ચટપટા છોલે... Binaka Nayak Bhojak -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati) ☺️
#GA4#Week1બટાકા થી બનાવાતી વાનગી માં બટાકા વડા ને કઈ રીતે ભુલાય...?તેમાં પણ વર્ષા ૠતુ માં ચારે ઓર ભીંજાયેલી માટીની મહેક પ્રશરી હોયઅને ઠંડકજ ઠંડક હોય એવા વાતાવરણ માં...જો ગરમા ગરમ ચાલુ વરસાદે ખજૂર આંબલી ને...ધાણા આદું મરચાની તીખી ચટણી સાથેજો બટાકા વડા ની એક મોટી પ્લેટ મળી જાય તો..બીજું આનાથી રૂડું શું હોય...?☺️તેમાં પણ ટ્રીપલ-સી " CCC " બટાકા સાથે મળી જાય તો ચાર ચાંદ લાગી જાય.ટ્રીપલ સી ને પેલી કોમ્પ્યુટર ની સરકારી એક્ઝામ સાથે ના સરખાવતાં..અહીં વાનગી ની વાત ચાલે છે, એટલે પરીક્ષા ને દૂરજ રાખીશું..☺️ટ્રીપલ-સી " CCC " એટલે અહીં...Capsicumકેપ્સિકમ,Corianderકોરિએન્ડર અને,Carrotકેરટ ને પણ બટાકાવડા બનાવવા માં ઉપયોગ કરી,એક પોશકવર્ધક ટચ આપવાનો પ્રયાશ કરીશું.તો ચાલો બટાકા વડા બનાવવાની સફર પર આગળ વધીયે...! NIRAV CHOTALIA -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
બટાકા વડા
#MFF#RB12વરસાદની સીઝનમાં ગરમ ગરમ બટાકા વડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Maitri Upadhyay Tiwari -
-
મેથી ના ભજીયા ને બટાકા વડા
#RB16#week16#મેથી ના ભજીયા ને બટાકા વડાઆ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ... Bhumika Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
બટાકા વડા (આલુ બોનડા)(bataka vada recipe in gujarati)
#superchef3_post2#Monsoonspecialગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Sheetal Chovatiya -
આદુ ફુદીના મસાલા ચા ( Adu fudina Masala chai recipe in gujarati
શિયાળાની ગુલાબી ઠંડીમાં ચા પીવાની ખૂબ જ મજા આવે છે. સાથે જો ગરમ નાસ્તો મળી જાય તો વધારે મજા આવે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના મસાલાવાળી ચા પીવા મળી જાય તો જલસો પડી જાય. Parul Patel -
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
ઓનીયન પકોડા (onion Pakoda Recipe in Gujarati)
#EB#WEEK9પકોડા નામ સાભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી માહોલ હોય અને સાજનો સમય હોય તો તઘ મજા પડી જાય. Ankita Tank Parmar -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati)
તહેવારો માં બપોરે જમવામાં મિષ્ટાન્ન સાથે ફરસાણ પણ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. તેમાં પણ જો ગરમાગરમ બટાકા વડા મળી જાય તો મજા જ પડી જાય.#GA4#Week9#fried Rinkal Tanna -
બૅકડ બટાકા વડા
બધા ને બટાકા-વડા ખાવા ખુબજ પ્રિય હોય છે. એટલે અહિંયા અપને બકે કરી ને બનાવશું જેથી તે તંદુરસ્ત વાનગી બને. મેં એર ફ્રાયર માં બકે કર્યા છે. Jasmin Motta _ #BeingMotta -
બાજરી મેથી ના વડા
શિયાળા ની ઠંડી ઠંડી સવાર હોય અને ગરમ ગરમ ચા જોડે ગરમા ગરમ નાસ્તો મળે તો જે મજા આવે તે અવર્ણનીય છે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો આપડે ગુજરાતીઓની તો સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.#નાસ્તો Chhaya Panchal -
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
-
બ્રેડ પકોરા અને ગોટા
#ટીટાઈમઆ વરસાદ ની સીઝન માં ગરમાગરમ ચા સાથે ગરમાગરમ પ કોરા અને ગોટા મળી જાય તો મોજ પડી જાય. Sangita Shailesh Hirpara -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ઓનીયન રિંગ્સ(Onion rings recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28ભજીયા એ ચોમાસા માં બનતી વાનગીઓ માં ની એક પ્રખ્યાત વાનગી છે. ચોમાસા માં વાતાવરણ ઠંડું હોઈ અને અલગ અલગ અને ગરમાગરમ ભજીયા મળી જાય તો ખૂબ મજા આવે. અહી ડુંગળી ના ભજીયા બનાવેલ છે જેને ઓનીયન રિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. Shraddha Patel -
બટાકા વડા
નમસ્તે બહેનો😊જય શ્રી કૃષ્ણ 🙏આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
બટાકા નાં ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#MRC ચોમાસુ આવે એટલે વરસાદી વાતાવરણ માં ભજીયા ની યાદ પહેલા આવે છે..બટાકા નાં ભજીયા એ એવી વાનગી છે જે બધા પસંદ કરે છે. વડી એ સરળતાથી બની જાય છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (2)