ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#મોમ
ઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા.

ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)

#મોમ
ઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૨ ટે સ્પૂનચણા નો લોટ
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ૨ ટે સ્પૂનગરમ તેલ+
  5. ૧ ચમચીતેલ
  6. ભાખરવડી નો મસાલો
  7. ૧ ટે સ્પૂનતલ
  8. ૧ ટે સ્પૂનટોપરા નુ છીણ
  9. ૧ ટે સ્પૂનખસખસ
  10. ૧ ટે સ્પૂનજીરુ
  11. ૧ ટે સ્પૂનધાણા
  12. ચપટીહિંગ
  13. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  14. ૧ ટી સ્પૂનઆમચૂર પાવડર
  15. ૧ ટી સ્પૂનહળદર
  16. ૧ ટી સ્પૂનદળેલી ખાંડ
  17. ૧ ટી સ્પૂનમીઠું
  18. ૧ ટે સ્પૂનલાલ મરચું
  19. લાલ ચટણી
  20. કાચી કેરી
  21. ૪ નંગલસણ
  22. ૧ ટી સ્પૂનલાલ મરચું
  23. ૧ ટી સ્પૂનમીઠું
  24. ૧ ટી સ્પૂનધાણા જીરુ
  25. ૧ ટે સ્પૂનલીલી વરિયાળી
  26. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો.

  2. 2

    ભાખરવડી ના બહાર ના પડ માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણા નો લોટ,ગરમ તેલ, મીઠું અને પાણી થી લોટ બાંધી લો.

  3. 3

    લોટ ને મીડિયમ બાંધી અને ૧૫ મિનિટ સુધી રહેવા દો. લાલ ચટણી માટે મિકસરમાં બધી વસ્તુઓ નાખો અને ક્શ કરો.

  4. 4

    બીજા લોયા મા જીરુ, ધાણા, તલ, ટોપરા નુ છીણ, ખસખસ, લીલી વરિયાળી નાખો આછી બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળો.

  5. 5

    પછી ઠંડુ થવા દો.

  6. 6

    પછી મિકસરમાં,તેમા બાકીના બધા મસાલા નાંખી કરશ કરો.

  7. 7

    લોટ ના મોટા ચાર લુવા વાળી અને મોટો રોટલી વણી લો.

  8. 8

    પછી તેમા લાલ ચટણી, ભાખરવડી નો મસાલો નાખી રોલ વાળી નાના ટુકડા કરો.

  9. 9

    પછી તેને હળવા હાથે દાબી તેલ મા તળી લો.

  10. 10

    ધીમે તાપે તળી લો. તૈયાર છે ભાખરવડી ને સોસ અને લાલ ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes