રવા અપ્પમ

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5પ્લેટ
  1. 1વાટકો રવો
  2. દોઢ વાટકો પાણી
  3. 2 ચમચીકોબી નું છીણ
  4. 2 ચમચીગાજરનું છીણ
  5. 1મરચું જીણું સમારેલું
  6. 1ડુંગળી જીણી સમારેલી
  7. 1ટામેટું જીણું સમારેલું
  8. 2 ચમચીધાણા સુધારેલા
  9. આદુની પેસ્ટ
  10. લસણ ની પેસ્ટ
  11. 3 ચમચીતેલ
  12. 1/2 ચમચીહળદર
  13. મીઠું સ્વાદમૂજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને કોરો જ શેકીલો. 2ચમચી તેલ મૂકી ડુંગળી નો વઘાર કરો.થોડીવાર ડુંગળી સાંતળી તેમાં લસણ,આદુ ની પેસ્ટ ઉમેરો.ત્યાર બાદ તેમાં ગાજર,કોબી,ટામેટાં,મરચું ઉમેરો,હળદર અને મીઠું ઉમેરો.

  2. 2

    આપનો વઘાર અને દોઢ વાટકો પાણી રવા માં ઉમેરી મિક્સ કરો ધાણા ઉમેરી 35 મિનિટ ઢાંકી ને મુકીદો.

  3. 3

    અપ્પમ લોઢી ગેસ પર ગરમ કરો. તેમાં 1-1ટીપું તેલ મુકો. તેલ આપણે 1 જ વાર મુકવાનું છે,બીજીવાર જરૂર નથી.

  4. 4

    હવે તેમાં તૈયાર કરેલું ખીરું થોડું થોડું મૂકી ને ઢાંકી દો.

  5. 5

    2મિનિટ પછી ઢાંકણ ઉચકી,અપ્પમ ને બીજી બાજુ ફેરવો. ફરી ઢાંકી દો.

  6. 6

    2મિનિટ પછી અપ્પમ ચઢી ગયા હોય સર્વિંગ પ્લેટ માં કાઢી લો.

  7. 7

    અપ્પમ માટે આપણે આપણી પસંદ ના શાક વાપરી શકીએ. જો લસણ,ડુંગળી ન નાખવા હોય તો પણ ચાલે.

  8. 8

    જો આપણી પાસે સમય ન હોય તો વધાર્યા વિનાના શાક પણ નાખી શકાય. જેથી તેલ પણ ન જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes