રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીરા માટે
  2. 1 કપરવો
  3. 1/2 કપદહીં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 કપપાણી
  6. અપ્પમ માટે
  7. 1/2 કપસમારેલો કાંદો
  8. 1 નંગછીણેલુ ગાજર
  9. 1નાનું સમારેલુ કેપ્સીકમ
  10. 2 ચમચીકોપરાનું છીણ
  11. વઘાર માટે
  12. 3 ટેબલ સ્પૂનતેલ
  13. 1/2 ટી.સ્પૂનરાઈ
  14. 1/2 ટી સ્પૂનઅડદની દાળ
  15. 1/2 ટી સ્પૂનચણાની દાળ
  16. 4-5મીઠા લીમડાનાં પાન
  17. 1 નંગકાપેલું લીલું મરચું
  18. 1/2 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  19. 1/2 ટી સ્પૂનઈનો
  20. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં એક કપ રવો લઈ તેમાં અડધો કપ દહીં નાખી મીઠું નાખવું. પછી તેમાં એક કપ પાણી નાંખી ખીરું તૈયાર કરવું. વીસ મિનિટ ઢાંકી ને રહેવા દેવું.

  2. 2

    ત્યારબાદ પેનમાં ત્રણ ટેબલ ચમચી તેલ મુકી તેમાં રાઈ, અડદની દાળ, ચણા ની દાળ,લીમડાનાં પાન અને કાપેલું લીલું મરચું, આદુ ની પેસ્ટ નાંખી સાતડવુ.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલો કાંદો નાખી હલાવવું પછી ગાજરનુ છીણ,સમારેલા કેપ્સીકમ નાંખી સાંતડી લેવું. શાકભાજી ને અધકચરા રાખવાં. પછી તેમાં કોપરાનું છીણ નાંખી એક મિનિટ સાતડવુ. સ્ટફીગ તૈયાર થઈ ગયું.

  4. 4

    ત્યારબાદ તૈયાર કરેલા ખીરામા સ્ટફીગ નાંખી લીલા ધાણા નાખી મિક્સ કરવું પાણી જરૂર મુજબ નાખી ઈડલી ના ખીરા જેવું ખીરું બનાવવું. પછી અપ્પમ બનાવવા ની પેનમાં તેલ લગાવી ખીરામા 1/2ટી ચમચી ઈનો નાંખી મિક્સ કરવું.અપ્પમ ની પેનમાં ચમચી થી ખીરું મુકી ઢાંકણ ઢાંકી બે મિનિટ સુધી થવા દેવું. એકબાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લેવું. બંને બાજુ ગુલાબી થાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું. સોસ સાથે સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes