કેસર મોહનથાળ

asharamparia
asharamparia @Asharamparia

#India post 15
#મીઠાઈ
#goldenapron
17th week recipe
ફ્રેન્ડસ, મોહનથાળ આપણા ગુજરાતી ઓની એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જેણે આજ ના ફાસ્ટ યુગ માં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વારે-તહેવારે દરેક ના ઘર માં બનતી આ મીઠાઈ નાનાં-મોટાં બઘાં ને ભાવે એવી છે. હું આજે ગુજરાત ની ટ્રેડિશનલ મીઠાઈ "કેસર મોહનથાળ "ની રેસીપી રજુ કરું છે. જે આપ સૌને જરુર પસંદ આવશે .

કેસર મોહનથાળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#India post 15
#મીઠાઈ
#goldenapron
17th week recipe
ફ્રેન્ડસ, મોહનથાળ આપણા ગુજરાતી ઓની એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જેણે આજ ના ફાસ્ટ યુગ માં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વારે-તહેવારે દરેક ના ઘર માં બનતી આ મીઠાઈ નાનાં-મોટાં બઘાં ને ભાવે એવી છે. હું આજે ગુજરાત ની ટ્રેડિશનલ મીઠાઈ "કેસર મોહનથાળ "ની રેસીપી રજુ કરું છે. જે આપ સૌને જરુર પસંદ આવશે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ચણા નો જીણો લોટ
  2. 1 1/2બાઉલ ખાંડ
  3. 1/2 કપમોળો માવો
  4. 7-8કેસર ની સળી (દૂધ માં પલાળેલી)
  5. ધાબો આપવા માટે 3 થી 4 ચમચી દૂધ
  6. અને 5થી 6 ચમચી ચોખ્ખું ઘી
  7. 1 ચમચીઇલાયચી પાવડર
  8. 3-4મોટા ચમચા ઘી...લોટ સેકવા માટે
  9. ગાર્નીસીંગ માટે કાજુ,બદામ,પીસ્તા અને ચારોળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ચણા નો લોટ લઇ..હુંફાળું દૂધ અને ઘી ઉમેરી હાથે થી મસળી ને ધાબો દઇ(જેથી મોહનથાળ કણી વાળો થશે.)અડધો કલાક માટે સાઈડમાં મુકી દો. અડધો કલાક બાદ એક ચારણી થી લોટ ચાળી લેવો.

  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરી આ કણીદાર ચણા નો લોટ લાલ પડતો સેકી લેવો. બીજા ગેસ ઉપર એક પેન માં માપસર ખાંડ લઈ ને ખાંડ ડુબે એટલું પાણી નાખી 2 તારી ચાસણી લેવી અને તરત મોળો માવો,ઇલાયચી પાવડર, કેસર વાળું દૂઘ 2ચમચી (કલર પકડે એટલું દૂધ)ઉમેરી 1 કે 2 મિનિટ હલાવતાં રહેવું જેથી માવો સેકાઈ જાય અને ત્યાર બાદ સેકેલો ચણા નો લોટ ચાસણી માં એડ કરી..ગેસ બંઘ કરી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    અને તરત જ ઘી લગાવેલી થાળી માં પાથરી ઉપર થી જીણા છીણેલા કાજુ,બદામ,પીસ્તા અને ચારોળી થી ગાર્નીસીંગ કરો.(મોહનથાળ ઉપર ચારોળી.. આ મીઠાઈ ની ઓળખ સમાન છે.) મોહનથાળ ઠંડો પડે એટલે મનગમતાં પીસ પાડીને સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes