મિક્ષ ભજીયા

Kinjal Kariya
Kinjal Kariya @cook_17528354

#HM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ ચણા નો લોટ
  2. 250ગ્રામ મેથી
  3. 2-3ટમેટા
  4. 100ગ્રામ મોટા મરચા
  5. 1વાટકો વિકસ તુલસી ના પાન
  6. 2પોલો પીપર
  7. 5વિકસ આદુ ફ્લેવર ની પીપર
  8. 1ચમચી મીઠું
  9. 1ચમચી હળદર
  10. 1ચમચી ધાણા જીરુ
  11. 1ચમચી સીંગદાણા નો ભૂકો
  12. 1ચમચી લાલ મરચું
  13. 1ચમચી લીંબુ નો રસ
  14. અડધી ચમચી સોડા
  15. અડધી ચમચી ખાંડ
  16. 2ચમચી પૌઆ
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    500 ગ્રામ ચણા નો લોટ ને ચાળી તેમા મીઠું, સોડા નાખવા. 1 ચમચી ગરમ તેલ કરી તેમા રેડવું. ખીરા નાં અલગ અલગ ભાગ કરી લેવા.

  2. 2

    મેથી નાં ભજીયા માટે__ મેથી ને સુધારી ઘોઈ ને ચણા ના લોટ નાં ખીરા માં મિક્ષ કરવી. તેમા ઝીણા સમારેલ મરચા નાં ટુકડા નાખવા. તેલ ગરમ કરી તેમા મેથી નાં ભજીયા ઊતારવા.

  3. 3

    વિકસ તુલસી ના ભજીયા__ વિકસ તુલસી ના પાન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ચોમાસા ની ઋતુમાં શરદી ઉધરસ માટે ખૂબ ફાયદાકારક હોય છે. -- તૈયાર કરેલ ખીરા માં 1 વાટકી તુલસી ના પાન નાખવા પોલો પીપર અને વિકસ પીપર ને ક્રશ કરી. ખીરા માં મિક્ષ કરી, તેલ મૂકી, તેમા તુલસી ના ભજીયા ઉતારવા.

  4. 4

    અજમા ના પાન નાં ભજીયા__અજમા ના પાન ને ધોઈ ને કોરા કરવા. ખીરા માં 1 ચમચી અજમો નાખી. અજમા નાં પાન ને ખીરા માં બોડી ભજીયા ઊતારવા.

  5. 5

    ભરેલા ટામેટા નાં ભજીયા__2 ચમચી પલાળેલા પૌઆ ને ચમચી તેલ મૂકી વધારવા. તેમા મીઠું, મરચા, હળદર, ખાંડ, લીંબુ નિચોવી મસાલો તૈયાર કરવો. ટમેટા ને ધોઈ કોરા કરી તેના ઉપર ના ભાગ માં કાણુ કરવુ. તેમા ચપ્પા ની મદદથી પલ્પ બહાર કાઢી મસાલો ભરવો. ખીરામાં બોળી ગરમ તેલમાં તળવા. વધારે ચડવા દેવા નહિ. ઠંડા પડે પછી પીસ કરી સર્વ કરવા.

  6. 6

    ભરેલા મરચા નાં ભજીયા__1 ચમચી સીંગદાણા નો ભૂકો, 1 ચમચી ચણા નો લોટમાં મીઠું, મરચું, ધાણાજીરું, ખાંડ, લીંબુ નો રસ નાખી મસાલો તૈયાર કરવો. મરચા ને ધોઈ વચ્ચે થી કાપી તેમા મસાલો ભરવો. ખીરા માં બોળી ને તેલ માં તળવા.

  7. 7

    મીક્ષ ભજીયા ને સોસ, ચટણી સાથે ગરમ ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kariya
Kinjal Kariya @cook_17528354
પર

ટિપ્પણીઓ

Similar Recipes