પનીર હાંડી (Paneer Handi recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#WK4
#week4
#cookpadgujarati
#cookpadindia
પનીર હાંડી એક પંજાબી સ્ટાઈલની સબ્જી છે. આ સબ્જી હાંડી સેઇપના વાસણમાં અથવા માટીની હાંડીમાં બનાવવામાં આવે છે.
પનીર હાંડી ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીનું મેઇન ઇંગ્રીડીયન્સ પનીર હોવાથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે.પનીર હાંડી ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. ટામેટાં ડુંગળી ની પ્યુરી બનાવવા માટે:
  2. 1 tbspતેલ
  3. 1 tbspઘી
  4. 4લવીંગ
  5. 2તજના ટુકડા
  6. 5ગ્રીન ઇલાયચી
  7. 4આખા મરી
  8. 1તમાલપત્ર
  9. 1 tspજીરુ
  10. 1 tbspઆદુ મરચાની પેસ્ટ
  11. 3મીડીયમ સાઇઝ ડુંગળી
  12. 4-5કળી લસણ
  13. 5મીડીયમ સાઇઝ ટામેટાં
  14. 1/2 tspહળદર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ફાઇનલ સબ્જી બનાવવા માટે:
  17. 2 tbspતેલ
  18. 1 tbspધી
  19. 1 tbspકાશ્મીરી લાલ મરચું પાઉડર
  20. 1 tbspધાણાજીરૂ
  21. તૈયાર કરેલી પ્યુરી
  22. 200 ગ્રામપનીરના ટુકડા
  23. ગાર્નીશિંગ માટે:
  24. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક કડાઇમાં ઘી તેલ ગરમ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, ઇલાયચી તમાલપત્ર, મરી ઉમેરવાનાં છે. ત્યારબાદ તેમાં ડુંગળીના મોટા ટુકડા અને લસણ ઉમેરવાના છે. બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  2. 2

    હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ અને ટમેટાના મોટા ટુકડા ઉમેરવાના છે 1/4 કપ પાણી, હળદર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી તેને કુક થવા દેવાનું છે. ત્યારબાદ ગેસ ઑફ કરી તેને સાવ ઠંડું થઇ જવા દેવાનું છે.

  3. 3

    મિક્સર ની જારમાં આ તૈયાર કરેલા મિશ્રણને ઉમેરી તેની પ્યુરી બનાવવાની છે આ પ્યુરીને સાઈડ પર રાખી દેવાની છે.

  4. 4

    એક કડાઈમાં ઘી અને તેલ ગરમ મૂકી તેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું, હળદર અને તૈયાર કરેલી પ્યુરી ઉમેરવાની છે.

  5. 5

    હવે તેમાં પનીરના ટુકડા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  6. 6

    જેથી પનીર હાંડી સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  7. 7

    સમારેલી કોથમીર વડે ગાર્નીશ કરી પનીર હાંડીને ગરમા ગરમ સર્વ કરી શકાય.

  8. 8

    મેં અહીંયા પનીર હાંડી ને પરાઠા અને પાપડની સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes