સ્વીટ ટાકોઝ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૨ વ્યકતી
  1. ટાકોઝ બનાવવા માટે
  2. 1/2 કપમકાઈ નો લોટ
  3. 1/3 કપચોખાનો લોટ
  4. 2 ટીસ્પૂનદળેલી ખાંડ
  5. 1 ટીસ્પૂનતજ નો પાવડર
  6. પાણી લોટ બાંધવા માટે
  7. તળવા માટે તેલ
  8. ફીલીગ માટે
  9. 2નંગ સફરજન
  10. 2 ટીસ્પૂનઘી
  11. 6/7નંગ કાજુના ટુકડા
  12. 3+1/2 ટીસ્પૂન ખાંડ
  13. 1/4 ટીસ્પૂનતજ પાવડર
  14. સાથે સાથે
  15. 2ટેબલસ્પુન મિલ્કમેડ (હોમ મેડ)
  16. (500 ગામ દુધ મા 100 ગામ ખાંડ નાંખી ઉકાળવું અડધું થઈ જાય એટલે તેમાં ચપટી ટાંટા નો સોડા ઉમેરી ગેસ બંધ કરી દેવો રેડી છે મિલ્ક મેડ)
  17. 2ટેબલસ્પુન ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    પહેલા એક બાઉલ મા મકાઈ નો લોટ,ચોખા નો લોટ, ખાંડ, તજ પાવડર બધુ મિક્ષ કરી પાણી થી લોટ બાંધી લેવો

  2. 2

    લોટ માથી પુરી વણી કાંટા ચમચી થી કાણાં પાડી તેને તળવી અને વચ્ચે થી વાળી બોટ જેવેા શેપ આપવો

  3. 3

    હવે ફીલીગ માટે સફરજન ને છીણી લેવુ એક પેન મા ઘી મુકી તેમાં કાજુ ને સાંતળી ને કાઢી લેવા હવે તેમાં સફરજન નો છીણ ઉમેરી ૫/૭ મીનીટ પાણી બળે ત્યાં સુધી સાંતળવું પાણી બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરવી ૨/૪ મીનીટ પછી ઘી છુટુ પડે એટલે ગેસ બંધ કરી તેમા તજ નો પાવડર મિક્ષ કરી હલાવી લેવુ રેડી છે સફરજન નો હલવો

  4. 4

    હવે ટાકોઝ મા સફરજન નું ફીલીગ ભરી તેના પર ચોકલેટ સોસ અને મિલ્ક મેડ રેડી(જરૂર મુજબ) સવિઁગ પ્લેટ મા સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes