રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2પાલક ની ઝૂડી (બ્લાન્ચ કરેલી)
  2. 3-4બટેટા (મોટા ટુકડા)
  3. 2મોટા કાંદા (ઝીણા સમારેલા)
  4. 3મોટા ટમેટા (ઝીણા સમારેલા)
  5. 4લીલા મરચા
  6. 2" આદુ
  7. 10-12કળી લસણ
  8. 1/4 કપતેલ
  9. 2 ટી સ્પૂનમીઠુ
  10. 1/4 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનલાલ મરચુ
  12. 2 ટી સ્પૂનધાણાજીરુ
  13. 1 ટી સ્પૂનગરમ મસાલો
  14. 1 ટી સ્પૂનજીરુ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આદુ, મરચા, લસણ ને મીક્ષી ના જાર માં અધકચરું વાટી લો.

  2. 2

    બ્લાન્ચ કરેલી પાલક ને અધકચરી વાટી લો

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ કરો. એમાં બટેટા તળી લો.

  4. 4

    હવે 1/4 કપ તેલ ગરમ કરવા મુકો. એમાં જીરુ નાખો. કાંદા અને આદુ મરચા, લસણ નાખો. કાંદા બ્રાઉન થવા દો.

  5. 5

    હવે હળદર, મરચુ, ધાણાજીરુ, ટમેટા અને તળેલા બટેટા નાખો. ટમેટા નરમ થાય અને બટેટા ચઢી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહો. હવે 5 મિનિટ ઢાંકી ને રાખો.

  6. 6

    હવે પાલક નાખી બરાબર મિક્સ કરો. ગરમ મસાલો નાખી મિક્સ કરી ને 5 મિનિટ પછી ગેસ બંધ કરો.

  7. 7

    હવે પાલક તૈયાર છે. ગરમ પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes