ટમેટા પાત્રા

ટમેટા પાત્રા
રાંધવાની સૂચનાઓ
- 1
પાન ધોઈ લો અને છરી થી પાન ની નસ કાઢી લો.
- 2
1/3 કપ પાણી માં 1/3 કપ ગોળ મિક્સ કરી, ગોળ ઓગળે ત્યાં સુધી, ગરમ કરી લો.
- 3
એક લીંબુ જેટલી આમલી પલાળી જાડો પલ્પ કાઢી લો (1/3 cup)
- 4
હવે બેસન ચાળી લો. એમાં ગોળ વાળું પાણી, આમલી નો પલ્પ, મીઠુ, તેલ, લીલા મરચા બધું નાખી મિક્સ કરી લો.
- 5
એક મોટા વાસણ માં 3-4 ગ્લાસ પાણી નાખી, એક સ્ટેન્ડ મુકો. સ્ટેન્ડ ની ઉપર એક પ્લેટ મુકો અને થોડું તેલ લગાવી ગેસ ચાલુ કરી, વાસણ ઢાંકી દો.
- 6
પાન ને કપડાં થી કોરા કરી લો. એની ઉપર તૈયાર કરેલું બેસન લગાવો. પાન એક ની ઉપર એક એમ ત્રણ પાન પર લગાવો. પાન ને લપેટી ને રોલ વાળી લો.
- 7
તૈયાર કરેલા રોલ વાસણ માં મુકેલી પ્લેટ પર મુકો. ઢાંકી ને 15 મિનિટ વરાળ માં બાફી લો. બફાઈ ગયા પછી ઠંડા થાય એટલે ટુકડા કરી લો.
- 8
એક કડાઈ માં 1/4 કપ તેલ નાખી ગરમ કરવા મુકો. એમાં રાઈ નાખો, રાઈ તતડે એટલે તલ નાખો. હિંગ નાખી કાંદા અને આદુ મરચા નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે હળદર, મરચુ અને મીઠુ નાખો. થોડી વાર સાંતળો.
- 9
હવે ટમેટા નાખી, ધીમા તાપે ટમેટા નરમ થાય ત્યાં સુધી સાંતળો. હવે ગરમ મસાલો નાખો.
- 10
ટમેટા નરમ થી જાય એટલે બાફેલા પાત્રા ના ટુકડા નાખો. ધીમા તાપે ઢાંકીને 5 મિનિટ રાખો.
- 11
પાત્રા તૈયાર છે, ચ્હા સાથે સર્વ કરો. જમવા માં પણ સાઈડ ડીશ તરીકે રાખી શકો. આ ડીશ ટિફિન માં પણ આપી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
ફ્રાઇડ પાત્રા (Fried Patra Recipe In Gujarati)
#MVF મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ અળવી નાં પાન ની ઉપર બેસન લગાવી, રોલ કરી, વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. આમાં ગોળ આંબલી નો ખાટો મીઠો સ્વાદ ખૂબ સરસ લાગે છે. બાફેલા પાત્રા ના કટકા કરી વઘારી ને કે તળી ને સર્વ કરી શકો. Dipika Bhalla -
-
-
પાત્રા (આલુ વડી)(patra recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાત ના ફેમસ પાત્રા.મહારાષ્ટ્રમાં પાત્રા ને આલુવડી તરીકે ઓળખાય છે. વરસાદની સિઝનમાં ગરમાગરમ પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ પાત્રા અરબી ના પાન થી બને છે. આ રેસીપી બનાવવા મા ખૂબ જ સરળ છે અને પાત્રા ની વાનગી ને બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો મારી સાથે પાત્રા બનાવવા નો આનંદ માણો.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
🍅"ટમેટા રાઈસ"🍅(ધારા કિચન રસિપી)
🍅નોર્મલ રાઈસ તો તમે અનેકવાર ખાધા હશે પણ ઓરિસ્સાના "ટમેટા રાઈસ" ખાધા છે.? આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ રાઈસ સૂકા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા "ટમેટા રાઈસ"નો સ્વાદ માં બહુ સરસ લાગે છે ગરમાગરમ "ટમેટા રાઈસ" પીરસો અને ખાવા ની મજા માણો...🍅#goldenapron2#Week-2#ORISSA Dhara Kiran Joshi -
રસ પાત્રા, વધારેલા પાત્રા
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક2#માઇઇબુકપોસ્ટ 29અમારે ત્યાં ક્યારેક જ મળતા અળવી ના પાન માંથી બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છૅ... મેહમાનો આવે ત્યારે બહાર થી જ આપડે આ ફરસાણ લાવતા હોયે છીએ.. પણ ઘરે પણ સહેલાઇ થી બનાવી સક્યે એવા રસ પાત્રા, વધારેલા પાત્રા. Taru Makhecha -
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4 #Week4પોસ્ટ 1 ગુજરાતી પાત્રાહેલો ફ્રેન્ડ્સ, મે ગુજરાતીઓના તથા બધાજ લોકોને ભાવતા પાત્રા બનાવ્યા છે.આને ઘના લોકો સળિયાના પાન તરીકે પણ બોલતા હોય છે. Mital Bhavsar -
પ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા
સ્વાદિષ્ટ ને તંદુરસ્ત વાનગી. ખાટ્ટો, ગળ્યો ને તીખો સ્વાદ વાળા સ્ટીમ કરેલા પાત્રા. ચા કે જમવા માં પીરસાય છેNita Bhatia
-
-
પાત્રા
અળવી નાં પાન માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો ઉપયોગ કરી ને મસાલેદાર પાત્રા બનાવ્યા છે. Varsha Dave -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
પાત્રા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનપાત્રા ગુજરાતીઓ નું ફેમસ ફરસાણ છે. પાત્રા ને બાફી ને વઘાર કરવામાં આવે છે. અહીંયા મેં સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે.જેથી તે એકદમ ક્રિસ્પી બને છે. Dharmista Anand -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
તૂરીયા મા પાત્રા
તૂરીયા ને પાત્રા નુ આ શાક ખૂબ પ્રખ્યાત અને ટેસ્ટી ડીસ છે, સાઉથ ગુજરાત મા તો લગ્ન પ્રસંગે આ શાક ખાસ રીતે બનાવવા મા આવે છે, મનેતતો બહુ જ ગમે છે,, આમ પણ પાત્રા તો ગમે જ તો આ શાક પણ ગમી શકે Nidhi Desai -
વાટી દાળના પાત્રા (Vati Dal Patra Recipe In Gujarati)
#Famવાટી દાળના પાત્ર નોર્મલ પાત્રા કરતા ખૂબ જ અલગ છે અને આમાં ગોળ આંબલી એવું કશું આવતું નથી આ પાત્રા અમારા ફેમિલી માં બધાના ફેવરિટ છે અને આ પાત્રા હું બહુ સરસ બનાવું છું Kalpana Mavani -
સ્ટીમ પાત્રા (Steam Patra Recipe In Gujarati)
#GA4 #Week8સ્ટીમ પાત્રામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે પાત્રા જે સવારે નાસ્તા મા કે ફરસાણ મા પણ સરસ લાગે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar -
મસાલા કોઇન
#RB16 માય રેસીપી બુક મસાલા કોઇન ખાવામાં સ્વાદિષ્ટ, મજેદાર, ચટપટા, મસાલેદાર. મે આજે ઈડલી નાં ખીરા થી મસાલા કોઇન બનાવ્યા છે. ઈડલી ઢોંસા ખાઈને કંટાળી ગયા હોવ તો આ રીતે ઝટપટ કોઇન બનાવો. બધાને જરૂર પસંદ આવશે.ચ્હા સાથે નાસ્તા માં અથવા ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
કઢી પકોડા(kadhi pakoda in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ ૩આપકોડાને અળવી ના પાત્રા ના બનાવ્યા છે જો તમારે ત્યાં અળવી પાત્રા ના હોય તો તમે કાંદા બટાકા ના પણ બનાવી શકો છો Pooja Jaymin Naik -
પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
#FFC5#cookpadindia#cookpad_gujપ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા કે પતરવેલીયા તો આપણા સૌ ની પસંદ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર માં પણ આ ફરસાણ પ્રચલિત છે અને આલુ વડી ના નામ થી ઓળખાય છે. પાલક પાત્રા પણ પાત્રા જેવું જ ફરસાણ છે જેમાં અળવી ના પાન ને બદલે પાલક ના પાન વપરાય છે. Deepa Rupani -
બૅકડ / શેકેલા સૂકા પાત્રા
પાત્રા એ ગુજરાતી ઓ નું પ્રખ્યાત ફરસાણ છે. આ બહુજ સરળ વાનગી છે. કોઈ આંબલી ને ગોળ વાપરે, મેં અહિંયા લીંબુ ને ખાંડ વાપરી છે. Kalpana Solanki
More Recipes
ટિપ્પણીઓ (3)