""ચોપડા""

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#AV પરંપરાગત વિસરાતી વાનગી...

""ચોપડા""

#AV પરંપરાગત વિસરાતી વાનગી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
  1. સામગ્રી:-
  2. 150 ગ્રામઘઉનો લોટ
  3. 75 ગ્રામચોખાનો લોટ
  4. 50 ગ્રામચણાનો લોટ
  5. 50 ગ્રામતેલ મોણ માટે તથા વઘાર માટે
  6. 100 ગ્રામદૂધી
  7. મસાલા:-સ્વાદ અનુસાર
  8. મીઠું
  9. મરચું
  10. હળદર
  11. ધાણાજીરું
  12. હિંગ
  13. સોડા
  14. ખાંડ
  15. તલ
  16. રાઈ
  17. જીરૂ
  18. ગાર્નિશીંગ માટે
  19. કોથમીર
  20. સુકા કોપરાનો ભૂકો
  21. સર્વ કરવા માટે
  22. લીલી ચટણી
  23. લસણની ચટણી
  24. ટોમેટો સોસ
  25. તેલ
  26. દહીં

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉનો લોટ ચોખાનો લોટ અને ચણાનો લોટ લઈ તેમાં તેલનું પ્રમાણસર મોણ નાખી મીઠું,મરચું, હળદર,ધાણાજીરું,હિંગ અને ખમણેલી દૂધી અને સમારેલી કોથમીર નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ અડધી નાની ચમચી ખાવાના સોડા થોડા પાણીમાં નાંખી લોટમાં મિક્સ કરી લેવું.

  2. 2

    એ પછી તેમાંજોઈતા પ્રમાણ માં પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાધી દેવો. 5 મિનિટ લોટને રહેવા દેવો.એ પછી તેલ વાળો હાથ કરી કેળવીને તેમાંથી મોટો લુઓ બનાવી પરોઠાની જેમ વણી લેવું. વણ્યા પછી આખામાં તેલ લગાવી અને અડધું વાળી દેવુ ફરી અડધામાં તેલ લગાવી વાળી દેવું ત્રિકોણ આકાર બનશે.એ રીતે ત્રિકોણ બનાવ્યા પછી એ જ રીતે બીજા લુઆને વણી તેલ લગાવી રોલના ફોમમા વાળી ઢોકળીયામા સ્ટીમ કરી લેવા. સ્ટીમ થઈ જાય એટલે રોલને ટુકડા કરી તેલમાં રાઈ, જીરૂ, તલ,હિંગ, મીઠા લીમડાના પાન લીલાં મરચાંથી વધારી લેવા.

  3. 3

    ડિશમાં રોલ પાથરી તેના પર ટોપરૂ,તલ,કોથમીર અને ફુદીનાના પાનથી સજાવટ કરવું.
    ત્રિકોણ માં બનાવેલ ચોપડા ને ખોલી તેમાં લીલી ચટની, ટોમેટો સોસ લગાવી પીરસવું.
    અથવા ત્રિકોણ ચોપડાને ગરમાગરમ જ તેલ અને લસણની ચટની સાથે પીરસી શકાય છે....એઝ એ ટેસ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes