રાજસ્થાની વાનગી દાલબાટી

Shah Keta
Shah Keta @pray123
શેર કરો

ઘટકો

  1. 1/4મગની દાળ
  2. 1/4મગની મોગર દાળ
  3. 1/4અડદની દાળ
  4. 1/4ચણાની દાળ
  5. 1 ચમચીઅજમો
  6. દોઢ વાડકી ઘઉંનો જાડો લોટ
  7. 1વાટકી ઘઉંનો ઝીણો લોટ
  8. 1ટામેટુ
  9. 2ડુંગળી
  10. 7કળી લસણ
  11. આદુ સ્વાદ અનુસાર
  12. ૩ લીલા મરચા
  13. ઘી અને તેલ જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાટી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ જાડો લોટ બંને મિક્સ કરી લેવો તેની અંદર તેલનું મોણ નાખવું અને અજમો નાખો સ્વાદ અનુસાર મીઠું નાખવું. પરોઠા જેવો લોટ બાંધવો. હાથથી મસળીને નાના-નાના બોલ્સ બનાવો

  2. 2

    દાલ બાટી ના કુકરમાં અથવા ગેસ પર લોખંડ નો ચારણો મૂકીને પણ બાટી થઈ શકે. બંને બાજુએ બાટી પ્રોપર શેકી લેવી.... બંને બાજુ આ છું ઘી લગાડીને ગુલાબી થાય ત્યાં સુધી શેકવી... બાટી તૈયાર છે...

  3. 3

    દાલ બનાવવા માટે, ચારે દાળને કૂકરમાં પાણી મૂકીને હળદર નાખીને સ્વાદ અનુસાર મીઠું નાખીને ચાર વીસ લે ચડવા માટે મૂકવી.... પેનમાં ઘી લઈને તેની અંદર જીરાનો આખા લાલ મરચાં અને હિંગનો વઘાર કરવો... લીલા મરચાં આદું અને લસણની પેસ્ટ કરીને તેમાં સાંતળી લેવી.... ત્યારબાદ ડુંગળી અને ટામેટાને પણ ગ્રેવી કરી ને અંદર એડ કરી દેવી.... ઉપરથી લાલ મરચાનો અલગથી ઘીમાં વઘાર કરીને અને એડ કરવું.... ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દેવું..... ત્યારબાદ બધી બાફેલી દાળ એમાં એડ કરી નાખવી થોડું પાણી ઉમેરીને ફરી દસ મિનિટ ચડવા દેવું....

  4. 4

    દાલ તૈયાર છે બાટી સાથે ખાવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Keta
Shah Keta @pray123
પર

ટિપ્પણીઓ

Similar Recipes