બેસન મસાલા મઠડી

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#ટીટાઈમ

આપણે બધાને સવારે ચા સાથે નાસ્તાની ટેવ હોય છે. ઘણા બાળકોને મેગી, પાસ્તા, કુરકુરે જેવા નાસ્તા કરવાની આદત હોય છે, અને બહારથી નાસ્તા લાવીએ તો એ કેવા તેલમાં બનાવેલા હોય એ આપણને ખબર હોતી નથી એના કરતા ઘરે જ નાસ્તા બનાવીએ તો સસ્તા પણ પડે અને બધા હોંશેહોંશે ખાય. આજે હું પોસ્ટ કરું છું બેસન તથા મેંદાથી બનતી મઠડીની રેસીપી જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે.

બેસન મસાલા મઠડી

5 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટીટાઈમ

આપણે બધાને સવારે ચા સાથે નાસ્તાની ટેવ હોય છે. ઘણા બાળકોને મેગી, પાસ્તા, કુરકુરે જેવા નાસ્તા કરવાની આદત હોય છે, અને બહારથી નાસ્તા લાવીએ તો એ કેવા તેલમાં બનાવેલા હોય એ આપણને ખબર હોતી નથી એના કરતા ઘરે જ નાસ્તા બનાવીએ તો સસ્તા પણ પડે અને બધા હોંશેહોંશે ખાય. આજે હું પોસ્ટ કરું છું બેસન તથા મેંદાથી બનતી મઠડીની રેસીપી જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૭-૮ વ્યક્તિ
  1. મેંદાની કણક તૈયાર કરવા માટે
  2. ૧ કપ - મેંદો
  3. ૧/૨ ચમચી - અજમો
  4. સ્વાદાનુસાર - મીઠું
  5. ૨ ચમચા - તેલ
  6. જરૂર મુજબ - પાણી
  7. બેસનની કણક તૈયાર કરવા માટે
  8. ૧ કપ - બેસન
  9. ૧/૨ ચમચી - અજમો
  10. ૧/૨ ચમચી - લાલ મરચું
  11. ચપટી- હળદર
  12. ચપટી- હીંગ
  13. સ્વાદાનુસાર - મીઠું
  14. ૧ ચમચી - કસૂરી મેથી
  15. ૧ ચમચો - તેલ
  16. જરૂર મુજબ - પાણી
  17. તળવા માટે - તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદાની કણક તૈયાર કરવા માટે એક બાઉલમાં મેંદો, હાથથી મસળેલો અજમો, મીઠું, મોણ માટે તેલ ઉમેરી મિક્સ કરો. જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરી મધ્યમ કઠણ કણક તૈયાર કરો. તેને ૨૦ મિનિટ ઢાંકીને મૂકી રાખો ત્યાં સુધી બેસનની કણક તૈયાર કરી લો.

  2. 2

    બેસનને એક બાઉલમાં કાઢી તેમાં હાથથી મસળેલો અજમો, લાલ મરચું, હળદર, હીંગ, મીઠું, હાથથી મસળેલી કસૂરી મેથી તથા મોણ માટે તેલ ઉમેરી મિક્સ કરો. થોડું પાણી ઉમેરી મધ્યમ કઠણ કણક તૈયાર કરો. પાણી માપનું ઉમેરવું જો કણક ઢીલી થઈ જશે તો વણતા નહીં ફાવે. કસૂરી મેથી અવશ્ય ઉમેરવી તેનાં લીધે ફ્લેવર સરસ આવશે.

  3. 3

    મેંદાની કણકમાંથી મોટા બે લુઆ કરો. એક લુઆને આદણી પર વણીને મધ્યમ સહેજ જાડી રોટલી વણી લો. તેવી જ રીતે બેસનની કણકનાં બે લુઆ કરીને તેની પણ રોટલી વણી લો. બંને રોટલીનાં માપ સરખા રાખવા. હવે મેંદાની રોટલીને આદણી પર મૂકી તેના પર બેસનની રોટલી મૂકી સહેજ વણવું જેથી બંને એકબીજા સાથે ચોંટી જાય.

  4. 4

    હવે તેને ખાંડવીનાં રોલ હોય તેમ એનો રોલ વાળી લો. રોલ વાળતી વખતે કિનારી પર સહેજ પાણી લગાવો જેથી રોલ ખુલી ન જાય. ચપ્પા વડે ૨ ઈંચ નાં ટુકડા કરો. આ રીતે ડબલ કલરનાં નાના લુઆ તૈયાર થશે.

  5. 5

    તેને આંગળી વડે દબાવીને મધ્યમ જાડી વણી લો. આ રીતે બધી મઠડી તૈયાર કરો.

  6. 6

    કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય પછી મઠડીને ધીમી મધ્યમ આંચે તળો. જાડી હોવાથી તળવામાં થોડો વધારે સમય લાગશે. એક બાજુ ગોલ્ડન રંગ થાય પછી ઉલટાવી બીજી બાજુ તળવી. આ રીતે બધી મઠડી તળીને તૈયાર કરો.

  7. 7

    બેસન મસાલા મઠડીને ગરમાગરમ મસાલા ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes