પનીર પોટલી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ કેપ્સિકમ ઝીણું સમારેલ
  3. ૧ નાની ચમચી મીઠું
  4. ૧ ચમચી લાલ મરચું
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧ ચમચી ટોમેટો કેચપ
  7. ૧/૨ ચમચી ચીલી સોસ
  8. ૧ ૧/૨ કપ મેંદો
  9. ૧/૪ ચમચી મીઠું
  10. ૧ ચમચો ઘી
  11. ૨ ચમચી બીટ નો રસ
  12. ૨ ચમચી પાલખ નો રસ
  13. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા માં મીઠું, ઘી ઉમેરી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાંથી 3 ચમચા જેટલો લોટ નીકાળી લેવો. હવે બાકીનો લોટ પાણી ની મદદ થી મીડીયમ કઠણ બાંધવો. સાઈડ માં રાખેલ લોટ ના બે ભાગ કરી ૧ ભાગ માં બીટ નો રસ અને બીજા ભાગ માં પાલખ નો રસ ઉમેરી લોટ બાંધી લેવો.

  2. 2

    હવે સ્ટફિંગ માટે કડાઈ માં તેલ માં કેપ્સિકમ ઉમેરી સાંતળી લેવું. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ટોમેટો કેચપ, ચીલી સોસ અને પનીર ઉમેરી મિક્સ કરી લેવું. હવે ૨ મિનિટ પછી સ્ટવ પર થી ઉતારી સાઈડ માં રાખવું.

  3. 3

    હવે લાલ કલર અને લીલા કલર લોટ માંથી મોટી પુરી વણી તેના લાંબી પટ્ટી માં કટ કરવી.

  4. 4

    સાદા લોટ માંથી પુરી વણી તેમાં સ્ટફિંગ ભરી પોટલી નો આકાર આપવો હવે પટ્ટી ઉપર મેંદા ની લઈ લગાવી પોટલી ની ઉપર લગાવી દેવી.

  5. 5

    હવે ગરમ તેલ માં ધીમા તાપે તળી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes