રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી માટે એક કઢાઈમાં લગભગ ૧ કપ પાણી ગરમ કરો. હવે તેમાં સમારેલી ડુંગળી, લસણ, લીલા મરચાં, મગસ્તળી નાં બીજ, બદામ અને કાજુ ઉમેરીને ૮-૧૦ મિનિટ સુધી રાંધો. ત્યારબાદ ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી પ્યુરી તૈયાર કરો.
- 2
હવે એક નોનસ્ટિક કઢાઈમાં ૧ ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં સમારેલી મેથી ની ભાજી ને થોડીવાર સાંતળી ને એક બાઉલમાં કાઢી લો. તે જ કઢાઈમાં ૨-૩ ટેબલસ્પૂન ઘી ગરમ કરીને તેમાં પનીરના ટુકડા ઉમેરો. બધી બાજુ સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. એક બાઉલમાં કાઢી લો.
- 3
હવે એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી જીરું ઉમેરો. તમાલપત્ર, તજ, લવિંગ, આખી ઈલાયચી અને મોટી ઈલાયચી ઉમેરીને સહેજ સાંતળો. હવે તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરીને ધીમા તાપે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 4
ત્યારબાદ વલોવેલુ દહીં ઉમેરીને મિક્સ કરો. દૂધ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં મીઠું, કાળા મરી પાવડર, કીચન કીન્ગ મસાલો, ખાંડ, સાતળેલી મેથી ની ભાજી, કસૂરી મેથી અને દૂધ માં પલાળેલુ કેસર ઉમેરી મિક્સ કરો. છેલ્લે તેમાં મલાઈ અને પનીર ના ટુકડા ઉમેરો. જરૂર જેટલું પાણી ઉમેરીને ઢાંકીને ધીમા તાપે ૫-૭ મિનિટ સુધી થવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ શાહી પનીર મેથી કરી. ગરમાગરમ પરોઠાં, નાન સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
-
-
-
-
-
જૈન પનીર બટર મસાલા
#જૈનઆ શાકમાં ગ્રેવી માટે ડુંગળી લસણ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. જેને લીધે ગ્રેવી સરસ ઘટ્ટ બને છે અને દૂધી હેલ્ધી તો છે જ. તે ઉપરાંત સ્વાદ પણ ડુંગળી લસણ ની ગ્રેવી જેવો જ આવે છે. Purvi Modi -
શાહી પનીર
#EB#Week11#cookpadindia#cookpadgujarati નાના મોટા સૌ ને પનીર બહુ જ ભાવે અને એમાં શાહી પનીર તો ............ Alpa Pandya -
-
ફ્લાવર પનીર મટર મસાલા(ઓવન માં)
#goldenapronઝડપથી બની જાય છે અને સ્વાદ માં પણ લાજવાબ છે Minaxi Solanki -
-
-
-
-
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ