મેથી કોર્ન મલાઈ અને લચ્છા પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં લગભગ અડધો કપ પાણી ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, લસણ, કાજુના ટુકડા અને લીલા મરચાં ઉમેરીને ૫-૭ મિનિટ સુધી રાંધો. ત્યારબાદ મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો. ટમેટાં ને મિક્સરમાં પીસી પ્યુરી તૈયાર કરો.
- 2
હવે એક નોનસ્ટિક કડાઈમાં ૧ ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં સમારેલી મેથી ની ભાજી ને થોડીવાર સાંતળો. પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તે જ કઢાઈમાં ઘી અને તેલ ગરમ કરો. હવે તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, ઈલાયચી અને જીરું ઉમેરો.
- 3
જીરું તતડે એટલે તેમાં તૈયાર કરેલી ડુંગળી લસણ કાજુની પેસ્ટ ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટા ની પ્યુરી ઉમેરીને સાંતળો.
- 4
ત્યારબાદ તેમાં ગરમ મસાલો, કાળા મરી નો પાઉડર અને હળદર ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં દૂધ, મલાઈ ઉમેરો. બાફેલા અમેરીકન મકાઈના દાણા અને સાતળેલી મેથી ની ભાજી ઉમેરીને મિક્સ કરો.
- 5
મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરીને ઢાંકીને ૫-૭ મિનિટ સુધી ધીમા તાપે થવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ મેથી કોર્ન મલાઈ. જેને લચ્છા પરાઠા સાથે ગરમાગરમ પીરસો.
- 6
હવે લચ્છા પરાઠા માટે ઘઉં ના લોટ માં મીઠું, કાળા તલ અને સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. તેલ ઉમેરી મિક્સ કરો. પાણી થી નરમ કણક બાંધો. કણકને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો.
- 7
હવે કણક માં થી એક સરખા ગોળા વાળો. એક ગોળો લઈ અટામણ માં રગદોળી ગોળાકાર રોટલી વણી લો. તેની ઉપર ૧ ટી સ્પૂન જેટલું ઘી લગાવી થોડો અટામણ નો લોટ ભભરાવો. હવે તેને કાગળ ના પંખાની જેમ વાળી લો. ગોળાકાર માં વાળી છેડો પાછળ લગાવી લો.
- 8
હવે ફરીથી અટામણ માં રગદોળી વણી લો. ગરમ તવા પર બન્ને બાજુ તેલ મૂકી સોનેરી થાય તેવા શેકી લો. તૈયાર છે લચ્છા પરાઠા.
- 9
મેથી કોર્ન મલાઈ ને લચ્છા પરાઠા, છાશ, અથાણું અને છાશ સાથે આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા લસણ ના લચ્છા પરાઠા (Green Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#ઇબુક#Day28શિયાળામાં બનાવો.. મજેદાર, સ્વાદિષ્ટ, લીલા લસણ ના પાન ના લચ્છા પરોઠા. Jasmin Motta _ #BeingMotta -
મક્કા બાજરી મેથી ના લચ્છા પરાઠા
#તવા#ઠંડી ની ઋતુ માં મક્કા, બાજરી, અને મેથી નો ઉપયોગ વધારે પ્રમાણ માં કરવો , એ સેહત માટે સારું છે . આ ઋતુ માં મેથી ખૂબ જ સારા પ્રમાણ માં અને તાજી મળે છે . આ પરાઠા બનાવવા ખૂબ સરળ છે . ઝટપટ તૈયાર થઈ જાય છે . આ પરાઠા સવાર ના નાસ્તામાં ભોજન કે ચા ના સમયે અથવા ટિફિન માં ગમેતે ટાઈમે સર્વ કરી શકો . Dipika Bhalla -
-
-
-
-
-
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ