બેસન બરફી

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#ઇબુક
#Day5
આ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે જેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ નરમ બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

બેસન બરફી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#Day5
આ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે જેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ નરમ બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 1કપ ઘી
  2. 1 1/2કપ બેસન
  3. 1/4કપ રવો
  4. ચાશની માટે-
  5. 1 1/4કપ ખાંડ
  6. 1/4કપ પાણી
  7. 1/2ટીસ્પૂ ઈલાયચી પાવડર
  8. 1/4ટીસ્પૂન ઓરેંજ ખાવાનો રંગ (ઓપ્શનલ)
  9. સજાવવા માટે-
  10. બદામ -પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી બેસન અને રવો ઉમેરી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી ધીમી આંચે સાતંળો.

  2. 2

    બેસન શેકાય ત્યાં સુધી એક તપેલીમાં ખાંડ અને પાણી મિકસ કરી એક તારની ચાશની બનાવી ગેસ બંધ કરી તેમાં ઓરેન્જ રંગ અને ઈલાયચીનો ભુક્કો મીકસ કરો.

  3. 3

    બેસન ગુલાબી રંગનો શેકાય જાય ત્યારે ગેસ બંધ કરી દેવું, પછી તેમાં તૈયાર કરેલ એક તારની ચાશની ધીમે ધીમે ઉમેરી 2 મિનિટ ગેસ ચાલુ કરી સાતંળી લો. તૈયાર કરેલ મિશ્રણને ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં પાથરીને બદામ અને પિસ્તાની કતરણ લગાવીને સરખું કરી 2-3 કલાક માટે સેટ થવા દો.

  4. 4

    1 કલાક પછી તૈયાર કરેલ બેસન બરફીમાં કાપા પાડી દેવા જેથી તે સરસ કપાય.

  5. 5

    તૈયાર છે બેસન બરફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes