ચમચમ

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#દૂધ
#જૂનસ્ટાર
#આ મિઠાઈ બંગાલી છે .આ મિઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે .

ચમચમ

#દૂધ
#જૂનસ્ટાર
#આ મિઠાઈ બંગાલી છે .આ મિઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60મિનિટ
4 વ્યક્તિ
  1. 1લિટર દૂધ
  2. 1લીંબુનો રસ
  3. ચાશની માટે-
  4. 300ગ્રામ ખાંડ
  5. 750મિલિ પાણી
  6. 1/4ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  7. સ્ટફિંગ માટે-
  8. 200ગ્રામ મોળો માવો
  9. 1ટેબલસ્પૂન દૂધમાં પલાળેલું કેસર અથવા ૨-૩ ટીંપા પીળો રંગ
  10. 2ટેબલસ્પૂન દળેલી ખાંડ
  11. 1ટી-સ્પૂન ઘી
  12. સજાવવા માટે -
  13. 7-8ચેરી
  14. 1કપ કોપરાની છીણ

રાંધવાની સૂચનાઓ

60મિનિટ
  1. 1

    સૌ પહેલા દૂધને ગરમ કરો.એક ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી લીંબુનો રસ ઉમેરો.દૂધ ફાટી જાય એટલે ગરણીમાં મૂકેલા મલમલના કપડામાં ગાળી લો.પનીર તૈયાર થશે.પનીરને બે વાર પાણીથી ધોવુ.બધુ જ પાણી નિતારી લેવું.

  2. 2

    હવે પનીરને હાથથી મસળીને સુંવાળું બનાવો.(મીકસરના જારમાં પણ પીસી ને સુંવાળું બનાવી શકાય)તેમાંથી લંબગોળ આકારના મોટા ગોળા બનાવો.

  3. 3

    એક પેનમાં ખાંડ અને પાણી ગરમ કરો.ઈલાયચી પાવડર ઉમેરો.ખાંડ ઓગળી જાય ત્યારે પનીરના બનાવેલા ગોળા ને 8-10 મિનિટ માટે ઢાંકણથી ઢાંકીને ઉકાળો.ત્યાર બાદ ગેસ બંધ કરી 1 કપ ઠંડુ પાણી નાખી દો. 20-25 માટે ગોળાને ઠંડા પડવા દો.

  4. 4

    એક કઢાઈમાં ઘી ગરમ કરી માવો ઉમેરી હલાવો ત્યાર બાદ કેસરવાળુ દૂધ,દળેલી ખાંડ ઉમેરો,મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી ડીશમાં કાઢી ઠંડુ પડવા દો.તૈયાર છે પૂરણ.

  5. 5

    તૈયાર કરેલા ગોળાને ચાશનીમાંથી બહાર કાઢો.

  6. 6

    ગોળાની વચ્ચે ચપ્પુ વડે વચ્ચે કાપા પાડી પૂરણ ભરો.

  7. 7

    હવે કોપરાની છીણમાં રગદોળીને ઉપર ચેરી વડે સજાવો.પછી ફી્જમાં 20 મિનિટ માટે ઠંડુ કરવા મૂકો.

  8. 8

    તૈયાર છે ચમચમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes