મૈસૂર પાક

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#દિવાળી
મૈસૂર પાક ગુજરાતની જાણીતી મિઠાઈઓમાંથી એક ટ્રેડિશનલ મિઠાઈ છે, જે બેસનમાંથી બને છે, આ મિઠાઈ મેં બહુ જ સરળ રીતે બનાવી છે.

મૈસૂર પાક

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#દિવાળી
મૈસૂર પાક ગુજરાતની જાણીતી મિઠાઈઓમાંથી એક ટ્રેડિશનલ મિઠાઈ છે, જે બેસનમાંથી બને છે, આ મિઠાઈ મેં બહુ જ સરળ રીતે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-45 મિનિટ
5-7 વ્યક્તિ
  1. 1કપ બેસન
  2. 1કપ ઘી
  3. 1કપ તેલ
  4. ચાશની માટે-
  5. 1 1/2કપ ખાંડ
  6. પાણી ખાંડ ડૂબે તેટલું
  7. 1/4ટી સ્પૂન પીળો રંગ (ઓપ્શનલ)
  8. સજાવવા માટે-
  9. પીસ્તા-બદામની કતરણ
  10. ગુલાબની સૂકી પાંદડીઓ

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ખાંડ અને પાણી(ખાંડ ડૂબે તેટલું પાણી) ઉમેરી એક તારની ચાશની તૈયાર કરો.પછી,જો પીળો રંગ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો.

  2. 2

    બીજા પેનમાં ધી અને તેલ મિકસ કરી ગરમ કરી ગેસ બંધ કરી લો.

  3. 3

    એક તારની ચાશની તૈયાર થાય ત્યારે ગેસ ધીમો કરી બેસન થોડું થોડું ઉમેરીને બરાબર મિકસ કરો.

  4. 4

    બેસન બરાબર મિકસ થઈ જાય, ત્યારે ગરમ કરેલ ઘી અને તેલ ચમચા વડે થોડું થોડું નાખી મદયમ આંચ પર સતત હલાવવું.

  5. 5

    છેલ્લે જે બનેલું ઘી અને તેલ નાખ્યા પછી, મિશ્રણને તરત જ ઘી થી ગ્રીસ કરેલા ચોરસ મોલ્ડમાં મિશ્રણને નાખી દેવું, મોલ્ડ માં મિશ્રણને નાખ્યા પછી ચમચા વડે હલાવવું કે દબાવવું નહિં, જેથી જાળી બેસી ન જાય.

  6. 6

    તૈયાર કરેલ મૈસૂર પાક સહેજ ઠંડું પડે ત્યારે ચપ્પુની મદદથી કાપા પાડી દેવા.

  7. 7

    તૈયાર છે મૈસૂર પાક બદામ-પીસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીઓથી સજાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes